કમલમ ફ્રૂટની ખેતી કરતાં ખેડૂતોની સહાયમાં કરાયો વધારો

0

[ad_1]

  • કમલમ ફ્રૂટની ખેતી કરનારા ખેડૂતો માટે સરકારનો નિર્ણય
  • કમલમ ફળની ખેતીમાં ખેડૂતોને વધુ સહાય મળે તે માટે નિર્ણય
  • યુનિટ કોસ્ટ રૂ.2.50 લાખથી વધારીને રૂ. 6 લાખ કરાઈ

ગુજરાત સરકાર દ્વારા ડ્રગન ફ્રૂટને કમલમ નામ આપ્યા બાદ તેની ખેતી કરતાં ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવતી હતી. ત્યારે હવે, કમલમ ફળની ખેતી કરનારા ખેડૂતો માટે સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. કમલમ ફ્રૂટની ખેતીમાં ખેડૂતોને વધુ સહાય મળે તે માટે સરકારે સહાય વધારવાનો નિર્ણય કર્યો છે.

વધુ સહાય આપવા સરકારે કમલમ ફ્રૂટની ખેતીની યુનિટ કોસ્ટમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી આપવામાં આવતી યુનિટ કોસ્ટ રૂ. 2.50 લાખથી વધારીને રૂ. 6 લાખ કરવામાં આવી છે. યુનિટ કોસ્ટ મુજબ અગાઉ એક હેકટર દીઠ રૂ. રૂ. 1.25 લાખ રૂપિયા સહાય મળતી હતી જે હવેથી રૂ. 3 લાખ મળશે. કેન્દ્ર સરકારના નિયમ મુજબ કમલમ ફ્રૂટની ખેતીમાં યુનિટ કોસ્ટના 50 ટકા સહાય ચૂકવવાની જોગવાઈ છે. ગુજરાતના ખેડૂતોને યુનિટ કોસ્ટ મુજબની સહાય ઓછી પડતી હોવાથી સરકારે વચગાળાનો રસ્તો કાઢ્યો હોવાનું બાગાયત વિભાગના નિયામકે જણાવ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *