Bharthana Toll Plaza InVadodara: વડોદરાથી ભરૂચ જતા નેશનલ હાઈવે પર કરજણ તાલુકામાં ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો કરાયો છે. ભરથાણા ટોલ પ્લાઝા પર અગાઉ મુલતવી રાખવામાં આવેલા સુધારેલા ટોલના દરો હવે આજથી (25મી નવેમ્બર) અમલમાં આવ્યો છે. નવા દર પ્રમાણે કાર માટે 105 રૂપિયાથી વધીને 155 રૂપિયા, મીની બસ માટે 180 રૂપિયાથી વધારી 270 રૂપિયા કરાયો. બસ અને ટ્રક માટેનો ટોલ 360 રૂપિયાથી વધીને 540 રૂપિયા કરાયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ધોળા દિવસે નશેડી નબીરાનો આતંક, વાહનોને અડફેટે લીધા બાદ સિગારેટના કશ ખેંચ્યા