નવી દિલ્હી : ગત ૨૮મી જૂને જેપી મોર્ગન ઈન્ડેક્સમાં ભારતીય સરકારી બોન્ડનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારથી, ફુલ એક્સેસેબલ રૂટ (FAR) હેઠળની સરકારી સિક્યોરિટીઝને લગભગ રૂ. ૬૦,૦૦૦ કરોડનો ચોખ્ખો પ્રવાહ મળ્યો છે.
એફએઆર સિક્યોરિટીઝમાં રોકાણ ૧૬ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ રૂ. ૧ લાખ કરોડને પાર કરી ગયું હતું. સપ્ટેમ્બર ૨૦૨૩માં, જેપી મોર્ગને જાહેરાત કરી હતી કે તે તેના GBI-EMમાં એફએઆર હેઠળ રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા સરકારી કાગળોનો સમાવેશ કરશે.
ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં રૂ. ૫,૦૦૦ કરોડની એફએઆર સિક્યોરિટીઝ વેચી છે. બજારના સુત્રોનું કહેવું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે વિદેશી રોકાણકારોએ આ વેચાણ કર્યું છે.
અમેરિકાની ચૂંટણીઓ અને ચીન દ્વારા ઉત્તેજનાના પગલાં અને તેના શેરબજારોમાં અનુગામી તેજીથી મૂડી પ્રવાહ પર દબાણ આવ્યું છે. ભૌગોલિક રાજકીય તણાવને કારણે, વિદેશી રોકાણકારો ડેટ અને ઇક્વિટી બંનેમાં વેચાણ કરી રહ્યા છે.
એફએઆર હેઠળ, ૩૮ બોન્ડમાંથી માત્ર ૨૭ જ જેપી મોર્ગન બોન્ડ ઇન્ડેક્સના પાત્રતા માપદંડને પૂર્ણ કરે છે, જેને ૧ બિલિયન ડોલરથી વધુની ફેસ વેલ્યુ અને બાકીની મેચ્યોરિટી ૨.૫ વર્ષથી વધુની જરૂર છે. આક્ટોબરમાં ભારતીય ડેટ માર્કેટમાં વિદેશી રોકાણકારોના રોકાણમાં ફેરફાર જોવા મળ્યો હતો, જેમાં એપ્રિલ પછી પ્રથમ વખત ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો.