મોરબી, મિતાણા, મહેસાણા, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને હિંમતનગરમાં તપાસ
અમદાવાદનાં જાણીતા ટ્રોગન અને ધરતી ગુ્રપ સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં મોડીરાત્રિ સુધી છાનબીન; મોરબીના મહન્દ્ર પટેલના ભાગીદારો પણ ઝપટે ચડી ગયા
આવકવેરાની ટીમો દ્વારા ૩૦થી વધુ સ્થળોએ દરોડા; ઢગલાબંધ શંકાસ્પદ દસ્તાવેજો કબજે કરાયા, લાખોની કરચોરી બહાર આવશે
રાજકોટ:મોરબી, મિતાણા, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, હિંમતનગર સહિત રાજ્યના અડધો ડઝન શહેરોમાં આજરોજ લાંબા સમય બાદ આવકવેરા વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની ૭૦ ટીમો દ્વારા બિલ્ડર, કોલસા, પેપર સહિતનાં ઉદ્યોગો સાથે જોડાયેલી જુદી-જુદી પેઢીઓનાં ૩૦ જેટલાં સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવતા રાજ્યનાં તમામ મોટા ઉદ્યોગ જૂથોમાં ફફડાટની લાગણી ફેલાઇ હતી. મોડી રાત્રિ સુધી આવકવેરા અધિકારીઓની ટીમ દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવતા કરોડો રૂા.ના બિનહિસાબી વ્યવહારો પકડાયા હોવાનું બહાર આવ્યું હતું.