શિયાળામાં વિદ્યાર્થીના સ્વેટર, ગરમ કપડા મુદ્દે શાળાની મનમાની નહીં ચાલે

0

[ad_1]

  • વિદ્યાર્થીઓના ગરમ કપડાં બાબતે પ્રાથમિક શિક્ષણ નિયામકે સ્પષ્ટતા કરી
  • તમામ શિક્ષણાધિકારીઓ અને શાળાઓ સંદર્ભે પરિપત્ર જાહેર કર્યો
  • યુનિફોર્મ પ્રમાણે ફરજિયાત સ્વેટર પહેરવા ફરજ પડતી શાળાઓ પર તવાઈ

સુરત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા દિવસોથી કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વેટર, ગરમ કપડા મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકે મહત્વની સ્પષ્ટતા કરી છે. જેમાં વિદ્યાર્થઓ પોતાના ઘરેથી પહેરીને આવે તે ગરમ કપડાં શાળાએ માન્ય રાખવા પડશે. શિક્ષણ નિયામકે તમામ શિક્ષણાધિકારીઓ અને શાળાઓ સંદર્ભે પરિપત્ર જાહેર કર્યો છે.

નોંધનીય છે કે, કેટલીક શાળાઓમાં સ્ટેશનરી, યુનિફોર્મ, બૂટ-મોજાથી માંડીને વિદ્યાર્થીઓના ઠંડીના સ્વેટર, ગરમ કપડા મુદ્દે પણ મનમાની ચલાવવામાં આવે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતની જ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને ફરજિયાત પોતાના યુનિફોર્મ પ્રમાણે નિર્ધારીત થયેલા સ્વેટર, ગરમ કપડા પહેરવાની ફરજ પાડવામાં આવે છે. વાલીઓ દ્વારા આ સંદર્ભે નારાજગી વ્યક્ત કરવામાં આવતી હોવા છતાં શાળાઓ પોતાની મનમાની ચલાવે છે. દરમિયાન હવે રાજ્યના પ્રાથણિક શિક્ષણ નિયામકે વિદ્યાર્થીઓના ગરમ કપડા અને વસ્ત્રો મુદ્દે મહત્વની સ્પષ્ટતા કરી છે.

શિક્ષણ નિયામકના પરિપત્રમાં જણાવ્યા મુજબ, હાલ શિયાળાની ઋતુમાં સખત ઠંડી પડી રહી છે. ઠંડા પવનો પણ ફૂંકાઇ રહ્યા છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડા પહેરીને આવે તેને માન્ય રાખવાના રહેશે. શિક્ષણાધિકારીએ પોતાના તાબા હેઠળની તમામ શાળાઓને આ સંદર્ભે જરૂરી સૂચના આપવાની રહેશે. આમ. શિયાળાની ઋતુને જોતાં શાળાઓએ ગરમ કપડા, સ્વેટર પહેરવામાં છૂટછાટ આપવી પડશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *