વસ્ત્રાપુરમાં ભાઈ-બહેને મેડિકલના ખોટા બિલ મૂકી 2 લાખનો વીમો પાસ કરાવ્યો

0

[ad_1]

  • MPની હોસ્પિ.ના બિલો મૂક્યાં હતાં
  • કોરોના કાળમાં ચકાસણી ન થતા 2 લાખ રૂપિયા કંપનીએ ચૂકવી દીધા
  • વસ્ત્રાપુરમાં બંને સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી

બોડકદેવમાં રહેતા મનોજકુમાર શાહ ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં એસોસિયેટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત.29/08/2021ના રોજ ગુરુકુળ રોડ પર રહેતા શીતલબેન પટેલ અને તેના ભાઈ પ્રતીક પરીખે ઓનલાઈન મેડિકલેઇમ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હતી. બંનેએ મધ્યપ્રદેશની સિદ્ધિ વિનાયક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ડેન્ગ્યૂની સારવાર કરાવી હોવાના બિલ ઇન્સ્યોરન્સ કંપનીમાં મૂક્યા હતા. કોરોના કાળમાં ચકાસણી ન થતા 2 લાખ રૂપિયા કંપનીએ ચૂકવી દીધા હતા. જોકે ઇન્સ્યોરન્સ કંપનીને શંકા જતા બિલ ચેક કર્યા જે બનાવટી નીકળ્યા. આથી મનોજકુમારે વસ્ત્રાપુરમાં બંને સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *