વડોદરામાં ઉતરાયણના દિવસે થયેલા ઝઘડાની અદાવત રાખી લાકડી થી હુમલો

0

[ad_1]

Updated: Jan 20th, 2023

વડોદરા,તા.20 જાન્યુઆરી 2023,શુક્રવાર

તુલસીવાડી સ્લમ ક્વોટર્સમાં રહેતો પ્રિતેશ કૈલાશભાઈ ગરાસીયા ડ્રાઇવિંગ કરે છે ઉતરાણના દિવસે તેના મિત્રો નરેશ સુનિલ અર્જુનને શાહ નવાજ તથા શાહરૂખ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેથી હિતેશ તથા તેના મિત્રો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા તેની અદાવત રાખીને ગઈ કાલે સવારે 10:30 વાગે માર્કેટમાં મજૂરી કામ માટે ગયો હતો. તે દરમિયાન શાહ નવાજ તથા શાહરુખ આવ્યા હતા અને કહ્યું હતું કે ઉત્તરાયણના દિવસે તુલસીવાડી ખાતે થયેલા ઝઘડામાં અમારા વિરુદ્ધ કેમ ફરિયાદ આપી હતી. ત્યારબાદ બંને હિતેશને માર માર્યો હતો અને લાકડી વડે હુમલો કર્યો હતો. ત્યાંથી ભાગી ગયા હતા અને જતા-જતાવી ધમકી આપી ગયા હતા કે આજે તો તું બચી ગયો છે હવે પછી વચ્ચે પડીશ તો તને જાનથી મારી નાખીશું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *