વડોદરા : લવ મેરેજ મામલે યુવતીના ભાઈ સહિત પાંચ શખ્સોની સાક્ષી અને યુવક-યુવતીને ધમકી

0

[ad_1]

Updated: Mar 1st, 2023

વડોદરા,તા.1 માર્ચ 2023,બુધવાર

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલ સ્વાદ કવોટર્સમાં પરિવારની મરજી વિરુદ્ધ લવ મેરેજ મામલે યુવતીના ભાઈ અને તેના ચાર મિત્રોએ યુવકના ઘરે ઘસી જઈ સાક્ષીને હાથ પગ તોડી નાખવાની ધમકી આપવાની સાથે યુવક-યુવતીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેનો બનાવ વારસિયા પોલીસ મથકે નોંધાયો છે.

શહેરના વારસીયા વિસ્તારમાં રહેતી સુષ્માબેન રાજપૂતએ ફરિયાદ નોંધાવી હતી કે, પિયુષ રાજપૂત સાથે પ્રેમ સંબંધ હોય અમે કોર્ટ મેરેજ કર્યા છે. જે મારા કુટુંબીજનોને પસંદ નથી. 26 ફેબ્રુઆરીના રોજ મારા ભાઈ શિવમ મોરેના મિત્રો મયુર ઉર્ફે સીવડી વિષ્ણુભાઈ પવાર તથા અજય સામતસિંહ ઠાકોર (બંને રહે -સંવાદ કવોટર્સ, સંગમ ચાર રસ્તા પાસે ) મારા ઘરે ઘસી આવ્યા હતા અને મને તથા મારા જેઠ ને ધમકી આપી હતી કે ,અમારા વિરુદ્ધ ફરિયાદ આપી છે તો જોઈ લઈશું. તેમજ મારા કોર્ટ મેરેજ વખતે સાક્ષીમાં સહી કરેલ વિકાસ રાણાને પણ હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગતરોજ મયુર, શિવમ રાજપુત અને ચિંતન અશોકભાઈ શર્મા હાથમાં લાકડાના ફટકા સાથે મને તથા મારા પતિને મારવા ઘસી આવ્યા હતા. અને ઘર પાસે ઊભા રહી ધમકી આપી રહ્યા હતા કે, શિવમએ એમને મોકલ્યા છે. આજે તો તમને પતાવી નાખવાના છે લડવા માટે નીચે આવો. આ ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરતા આરોપીઓ એકબીજાના કપડા જાતે ફાડી કાચની બોટલો જાતે પોતાને મારી હતી . ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોધી તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *