વડોદરામાં હિન્દુ-મુસ્લિમોએ કોમી એખલાસ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી

0


  • હિન્દુ અને મુસ્લિમોએ કોમી એખલાસ સાથે ધ્વજવંદન
  • પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી
  • કુરાનની આયાતોથી પ્રારંભ અને અંતમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

વડોદરામાં હિન્દુ-મુસ્લિમોએ કોમી એખલાસ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી છે. જેમાં સમગ્ર દેશ 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં હિન્દૂ અને મુસ્લિમોએ કોમી એખલાસ સાથે ધ્વજને સલામી આપી હતી.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી
વડોદરા શહેરમાં ઠેર ઠેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. પરંતુ વડોદરાના ફતેપુરામાં અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં જમીઅતે ઉલેમાં એ હિન્દ સંસ્થાની આગેવાનીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બાળકો હાથમાં નાના ઝંડા લઈને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા હતા. તેમજ સ્ટેજ પર હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓ દેશ ભક્તિ વિશે પોતાના વક્તવ્યો રજૂ કર્યા બાદ જન ગણ મન ન ગાન સાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુસ્લિમ મહિલાઓ દ્વારા તિરંગા પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.

કુરાનની આયાતોથી પ્રારંભ અને અંતમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
ઉલ્લેખનીય છે કે ફતેપુરા વિસ્તારમાં 26 મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના રોજ દર વર્ષે કુરાનની આયાતોના પ્રારંભ અને અંત બાદ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશ અને શહેરમાં ભાઈચારો રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *