27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતવડોદરાVadodara હરણી બોટકાંડ મામલે પીડિતોના પરિજનોને સાંભળીને વળતરનો મુસદ્દો તૈયાર કરવા નિર્દેશ

Vadodara હરણી બોટકાંડ મામલે પીડિતોના પરિજનોને સાંભળીને વળતરનો મુસદ્દો તૈયાર કરવા નિર્દેશ


વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં ગુજરનાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના વાલીઓ અને પીડિત પરિવારને સાંભળી અને તેમના નુકસાન સહિતની બાબતોને ધ્યાનમાં લઇ યોગ્ય વળતરનો મુસદ્દો તૈયાર કરવા ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠએ આજે વડોદરા કલેકટરને હુકમ કર્યો હતો. ચીફ્ જસ્ટિસની ખંડપીઠે વળતર નક્કી કરતી વખતે વાલીઓ અને પીડિતોને સુનાવણીની તક પૂરી પાડવા પણ સ્પષ્ટ તાકીદ કરી હતી.

વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાકાંડમાં સુઓમોટો પીઆઇએલ અને પીડિતો તરફ્થી વળતર મુદ્દે કરાયેલી અરજીની સુનાવણી દરમ્યાન આજે ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને વડોદરા કલેકટર મારફ્તે ડેપ્યુટી કલેકટર કક્ષાના સક્ષમ અધિકારી થકી આ કરૂણ દુર્ઘટનામાં જે બાળકો માર્યા ગયા છે, તેમના વાલીઓ અને જે બે શિક્ષકો માર્યા ગયા છે તે પીડિત પરિવારોને સાંભળી ગુજરી ગયેલા તમામ લોકોની ઉમંર, તેઓને પહોંચેલા નુકસાન સહિતની તમામ વિગતો ધ્યાનમાં લીધા બાદ તેઓને યોગ્ય વળતર ચૂકવવા માટે યોગ્ય રકમ નિર્ણિત થાય તે માટે મહત્ત્વનું સૂચન કર્યું હતુ, જે પરત્વે સરકારપક્ષ તરફ્થી હકારાત્મકતા દાખવવામાં આવી હતી.

સરકારપક્ષ તરફ્થી અદાલતને એેમ પણ જણાવાયું હતું કે, જે પ્રકારે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીને જવાબદાર ઠરાવી વળતરનો મામલો નિર્ણિત કરાયો છે તે જ પ્રમાણે પ્રસ્તુત કેસમાં કસૂરવાર મેસર્સ કોટિયા પ્રોજેકટને લઇને પણ અદાલત તેની રીતે નિર્ણય લઇ શકે છે. હાઇકોર્ટે અસરગ્રસ્ત વાલીઓ અને પીડિતોના વળતરની બાબત નક્કી કરવાની પ્રક્રિયામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને કલેકટર દ્વારા નીમાયેલા ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીને વકીલ સહિતની પૂરતી મદદ પૂરી પાડવા પણ હુકમ કર્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય