વડોદરામાં નશાખોરો બેફામ, સ્મશાનમાં ડ્રગ્સના ડોઝ લેવાનો અડ્ડો બનાવ્યો

0

[ad_1]

  • માંજલપુર સ્મશાનમાં નશાનો કારોબાર અને નશેડિઓનો અડ્ડો
  • નાના બાળકોને દફનાવવાના સ્થળે ડ્રગ્સનો નશો કરવામાં આવે છે
  • એસ.ઓ.જીનો સ્ટાફ સહિતના અધિકારીઓ સ્મશાન ખાતે દોડી આવ્યો

વડોદરામાં નશાખોરો એટલા બેફામ બન્યા છે કે હવે તો સ્મશાનમાં પણ ડ્રગ્સના ડોઝ લેવામાં આવે છે. માંજલપુર સ્મશાનમાં નશીલા ઇન્જેક્શનો અને નશાની પાર્ટીનો અહેવાલ સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત થતા પોલીસ વિભાગ અને પાલીકા એક્શનમાં આવી હતી.

નાના બાળકોને દફનાવવાના સ્થળે ડ્રગ્સનો નશો
નગર પાલિકાએ પાલિકા હસ્તકના રાત્રી બજારમાં થતી ડ્રગ્સ પાર્ટીના અહેવાલ સંદેશ ન્યૂઝ દ્વારા પ્રદર્શિત થયા હતા. ત્યાર બાદ આજે માંજલપુર વિસ્તારમાં આવેલ માંજલપુર સ્મશાનમાં સંદેશ ન્યૂઝની ટિમ પહોંચતા જોવા મળ્યું કે અહીં નાના બાળકોને દફનાવવાના સ્થળે ડ્રગ્સનો નશો કર્યા બાદ વપરાયેલા અને ફેંકાયેલા ઇન્જેક્શનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આટલુ જ નહીં શરાબની ખાલી બોટલો અને પેઇન કિલર માટે વપરાતા ઇન્જેક્શન એમ્પ્યુલસ પણ મળી આવ્યા હતા. અને અહીં નશાખોરો આવતા હોવાની કબૂલાત સ્થાનિક સિક્યોરીટી અને ટ્રસ્ટીએ પણ કરી હતી.

એસ.ઓ.જીનો સ્ટાફ સહિતના અધિકારીઓ સ્મશાન ખાતે દોડી આવ્યા
સમગ્ર અહેવાલ પ્રસારિત થતા પોલીસ દોડતી થઈ હતી. અને એસ.ઓ.જીનો સ્ટાફ સહિતના અધિકારીઓ સ્મશાન ખાતે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. તો પાલીકા હસ્તક રાત્રી બજાર અને સ્મશાનમાં નશાખોરીની પાર્ટીઓ સામે આવતા વિપક્ષ દ્વારા સિક્યોરીટી સામે સવાલ ઉઠાવ્યા હતા. અને પાલિકાએ પણ તપાસના આદેશ આપ્યા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *