ભરૂચમાં બિનખેડૂતને ખેડૂત બનાવવાના કૌભાંડમાં આખી ફાઇલ ચાલી ગઇ અને કોઇને ગંધ સુધ્ધાં ના આવી???

0

૧૪૦ બિનખેતીમાં એકરની જમીન રૂપાંતર થાય તો તે ફાઇલ કેટલા ટેબલ પરથી પસાર થઇ હશે ? જમીનની માલિકીના ઉતારા સાથે ખરા માલિકને પુરાવા સાથે કોઇ અધિકારીએ બોલાવ્યા જ નહીં, હોય ? કોઇએ સ્થળ સ્થતિની રૂબરૂમાં તપાસ પણ કરી નહીં હોય ? આવું બની જ કેવી રીતે શકે? પ્રાંત અધિકારી, કલેકટર કે મામલતદારને પણ ન ખબર ના પડી ? કે પછી અધિકારીઓને જાણ હોવા છતાં પણ અજાણ હોવાનો ઢોંગ કરવામાં આવી રહ્યો છે ? આવા અનેક સવાલ સાથે અનેક તર્ક વિતર્કોસર્જાતા જોવા મળી રહ્યા છે.પ્રાંત અધિકારી, કલેકટર કે મામલતદારના મેળાપીપણીમાં જ તો સમગ્ર કારભાર નથી થઈ રહ્યો ને ? અધિકારીઓની રહેમ નજર હોવાથી જ આ રીતનો ભ્રષ્ટાચાર આચારવામાં આવી રહ્યો હોવાની લોક ચર્ચાએ પણ વેગ પકડ્યો છે.

ભરૂચ જેવા પૌરાણિક અને ઐતિહાસિક શહેરને જાણે ભ્રષ્ટાચારનાભોરીંગે ભરડો ભરી લીધો છે. એક તરફ શાસકોસુશાસનના સોગંદ ખાઇ રહ્યા છે અને બીજી બાજુ દારૂના અડ્ડાવાળાઓ, રેતમાફીયાઓ, માટી ચોરો અને હવે ભૂમાફિયાઓ સરકારની લાજ લેવા મેદાનમાં આવી ગયા છે. જેમ કે એકસરખા નામનો લાભ લઈને કેટલાંક તત્વો બિન ખેડૂતને ખેડૂત બનાવીને સરકારી ચોપડા સાથે ચેડા કરી રહ્યા છે. અસલ ખેડૂતોનો લાભ ડુબાડવામાં આ કૌભાંડ સાથે સંડોવાયેલાબધા જ અધિકારીઓ મોંમાં મગ ભરીને બેઠા છે.આવા જ એક કિસ્સાને લઈને અરજદારોના વકીલે પત્રકાર પરિષદ યોજીને ધડાકો કર્યો હતો. એક સરખા નામ હોવાની વાત સામાન્ય છે. રાબિયાંબીબી અલી ઉમર ફાટક દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલી અરજી અનુસાર તેની અંકલેશ્વરના સરથાણગામની જમીન સરકારી રેકોર્ડના આધારે રાબિયાંબીબી નામની અન્ય એક બિનખેડૂતમહિલાને ખેડૂત તરીકે દાખલો બનાવી આપવામાં આવ્યો હતો. આ મહિલાના સંતાનો માતાનાદસ્તાવેજના આધારે ખેડૂત બનાવી દેવાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, સરથાણ અને વરેડીયાસહિતના વિસ્તારમાં ૧૪૦ એકર જેટલી જમીન ખોટા દસ્તાવેજોના આધારે બિનખેડૂત દ્વારા ખરીદી લેવાઈ છે. બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકતા નથી છતાં મામલાનીઉંડાણપૂર્વકનીતપાસમાં ૩૦૦ એકર જમીનનું કૌભાંડ નીકળી શકે તેવી શંકા વ્યક્ત કરાઈ છે. જેની કિંમત કરોડો રૂપિયાની હોવાનો અંદાજ છે. ૧૦ થી વધુ લોકો સામે બિન ખેડૂતને ખેડૂત બનાવી ખેતીની જમીન ખરીદી તેને નોન એગ્રિકલચર એટલેકે દ્રછ કરાવી વ્યવસાયિક હેતુમાં ફેરવી નાખવામાં આવેલછે. તંત્ર પણ મામલાનેગંભીરતાથી લઈ રહ્યું છે એક તરફ પોલીસ તંત્રને મળેલી ફરિયાદની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે તો બીજી તરફ રેવન્યુ વિભાગે પણ દસ્તાવેજની ચકાસણી શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *