નવા વર્ષમાં ઝૂમ વીડિયો કોલિંગ સર્વિસમાં નવાં ફીચર્સ ઉમેરાયાં

0

[ad_1]

Updated: Jan 13th, 2023

કોરોનાને પગલે દુનિયા અચાનક વીડિયો કોલિંગ તરફ વળી ત્યારે એક એપને સૌથી વધુ
ફાયદો થયો – ઝૂમ! નાનીમોટી બિઝનેસ મીટિંગથી માંડીને નાનામોટા ઓનલાઇન કોચિંગ
ક્લાસિસ માટે હવે ઝૂમ સૌની ફેવરિટ વીડિયો મીટિંગ એપ બની ગઈ છે. કંપની તેની આ
લોકપ્રિયતા ટકાવી રાખવા તેમાં જુદાં જુદાં ફીચર્સ ઉમેરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં
કંપનીએ તેની સર્વિસમાં ચાર નવાં ફીચર રજૂ કર્યાં.

ઝૂમ અવતારઃ કંપનીએ ગયા વર્ષે જ ઝૂમમાં લોકો પોતાના ચહેરાને બદલે અલગ પ્રકારના
અવતાર પસંદ કરી શકે એવું ફીચર લોન્ચ કર્યું હતું. એ વખતે અવતાર તરીકે જુદાં જુદાં
પ્રાણીઓ પસંદ કરી શકાતાં હતાં
, જે ઝૂમ મીટિંગ દરમિયાન આપણા
ચહેરાની મૂવમેન્ટ અને હાવભાવની કોપી કરતાં હતાં. હવે કંપનીએ પ્રાણીઓ ઉપરાંત માણસ
જેવા અવતાર પસંદ કરવાની સગવડ આપી છે. ચાલુ મીટિંગે આપણે બ્રેકફાસ્ટ પતાવતા હોઇએ કે
નાનુંમોટું બીજું કોઈ કામ પતાવતા હોઇએ ત્યારે બોરિંગ
, સ્ટેટિક અવતારને બદલે આવા ડાયનેમિક અવતાર પસંદ કરી શકાય છે!

મીટિંગ ટેમ્પલેટઃ તમે જાણતા જ હશો કે ઝૂમ મીટિંગ દરમિયાન હોસ્ટ અને
પાર્ટિસિપન્ટ્સને અલગ અલગ કંટ્રોલ આપતાં સેટિંગ કરી શકાય છે. કંપની માને છે કે
દરેક મીટિંગ જુદા જુદા પ્રકારની હોય છે
, તેથી દરેક મીટિંગ માટે અલગ
અલગ પ્રકારના સેટિંગ જરૂરી હોય છે. આથી કંપનીએ હવે લાર્જ મીટિંગ
, સેમિનાર અને કે-૧૨ (સ્કૂલ ક્લાસરૂમ) માટે નિશ્ચિત સેટિંગ સાથેનાં રેડી-ટુ-યૂઝ
મીટિંગ ટેમ્પલેટ રજૂ કર્યાં છે. એ ઉપરાંત આપણે પોતાની જરૂરિયાત અનુસાર મીટિંગનાં
વિવિધ સેટિંગ્સ કરીને તેને ટેમ્પલેટ તરીકે સેટ કરી શકીએ છીએ
, જેથી દરેક મીટિંગ વખતે આપણે નવેસરથી સેટિંગ કરવા જવું પડે નહીં.

ઇન-મીટિંગ ચેટમાં નવાં ફીચરઃ ઝૂમ મીટિંગ દરમિયાન આપણે અન્ય પાર્ટિસિપન્ટ્સ
સાથે ચેટ પણ કરી શકીએ છીએ અને તેમાં વિવિધ ઇન્ફર્મેશન
, રિસોર્સ અને કમેન્ટ્સ શેર કરી શકીએ છીએ. હવે આવી ચેટમાં ટ્વીટરની જેમ થ્રેડેડ
મેસેજિંગ અને વોટ્સએપની જેમ ઇમોજીથી રિએકશનની સુવિધા ઉમેરાઈ છે.

ક્વેશ્ચેન-આન્સરઃ ઝૂમ પર તમે કોઈ વેબિનાર કન્ડક્ટ કરી રહ્યા હો ત્યારે
ઓડિયેન્સને વધુ સારી રીતે એંગેજ કરવા માટે ક્વેશ્ચેન-આન્સરની સુવિધા મળે છે. એ જ
ફીચર હવે રોજિંદી મીટિંગમાં પણ ઉમેરાયું છે. 
જેનાથી મીટિંગના હોસ્ટ અને પાર્ટિસિપન્ટ વચ્ચે
, મીટિંગ દરમિયાન એક જ જગ્યાએ વિવિધ ક્વેશ્ચેન-આન્સરની આપલે થઈ શકશે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *