નવા વર્ષે જ જીરૂ રેકોર્ડ બ્રેક ભાવની સપાટી વટાવી ગયું, ખેડૂતોને એક મણ જીરૂના 6300 રૂપિયા મળ્યા

0

[ad_1]

કપાસમાં ખેડૂતોને એક મણના 150 રૂપિયાનો વધારો મળ્યો

Updated: Jan 2nd, 2023

રાજકોટ, 2 જાન્યુઆરી 2022, સોમવાર

જીરાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો મળતાં સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજકોટના બેડી યાર્ડમાં એક મણ જરૂના 6300 રૂપિયા મળતાં ખેડૂતો ખુશ થયાં છે. પ્રથમ વખત આ ભાવ મળતાં વેપારીઓ પણ આનંદની લાગણી અનુભવી રહ્યાં છે. વેપારીઓના મતે જીરાની મોટી માંગને લઈને ભાવમાં વધારો મળ્યો છે. આ પહેલાં એક મણ જરૂનો ભાવ પાંચ હજાર થયો હતો. 

વેપારી આગેવાનોના મત મુજબ આજે પ્રથમ દિવસે જ રાજકોટ બેડી યાર્ડ ખાતે જીરુંના હાઈએસ્ટ ભાવ બોલાયા હતા. ચાર દિવસ બાદ આજે ફરી જીરુંના ભાવમાં તેજી જોવા મળી હતી અને એક મણના 6300 રૂપીયાની હાઇ સપાટીએ સોદા પડયા હતા.ચાર દિવસ પૂર્વે 5900 ભાવથી જીરુંનું વેચાણ થયું હતું.

બીજી તરફ કપાસમાં પણ તેજી જોવા મળી છે. કપાસમાં ખેડૂતોને એક મણના 150 રૂપિયાનો વધારો મળ્યો છે. કપાસ એક મણના 1600 થી 1740 રૂપીયાના ભાવે સોદા પડયા હતા. કપાસમાં લોકલ લેવલે રૂ બજારના ભાવ સારા હોય અને ખેડુતો ઉંચા ભાવની આશાએ કપાસ વેચતા ન હોય હાજર માલની ખેંચના કારણે કપાસના ભાવમાં આજે વધારો જોવા મળ્યો હતો. તે ઉપરાંત અન્ય તમામ જણસીની આવક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે તેમ યાર્ડની જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવામાં આવ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *