ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં ઐતિહાસિક બજેટ આપવાનો ધમધમાટ શરુ

0

[ad_1]

  • ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનું પ્રથમ સત્ર
  • માર્ચ મહિનાના અંત સુધી ચાલશે બજેટ સત્ર
  • પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી શરૂ થશે સત્ર

23 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ મળશે. જેમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનું પ્રથમ સત્ર છે. તથા માર્ચ મહિનાના અંત સુધી બજેટ સત્ર ચાલશે. તેમજ બજેટમાં લાંબા ગાળાના આયોજન સાથે નવી જાહેરાત કરી શકે છે. તથા આજ સાંજ સુધીમા રાજ્યપાલ દ્વારા બજેટ સત્રના આહ્વાહનની શક્યતા છે.

ઐતિહાસિક બજેટ આપવાનો ધમધમાટ શરુ
પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી સત્ર શરૂ થશે. ગુજરાત વિધાનસભામાં આગામી 23મી ફેબ્રુઆરીથી બજેટ સત્રનો આરંભ થશે. દરમિયાન 24મીએ નાણામંત્રી કનુભાઇ દેસાઇ નવી સરકારનું પ્રથમ બજેટ રજુ કરશે. જેમાં જંત્રીના દરમાં વધારો કરવામાં આવે તેવી ચર્ચા સામે આવી છે. તેમજ બજેટમાં કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવશે. રાજય સરકાર દ્વારા ઐતિહાસિક જીત જેવું જ ઐતિહાસિક બજેટ આપવાનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.

ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ

રાજયમાં સપ્ટેમ્બર-2021માં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હતું. દરમિયાન કનુભાઇ દેસાઇએ નાણામંત્રી તરીકે રજુ કરેલું પ્રથમ બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રૂ.2,43,965 કરોડનું બજેટ આપવામાં આવ્યું હતું. જેમા ગુજરાતની જનતા પર એક પણ રૂપિયાનો કરબોજો લાદવામાં આવ્યો ન હતો. નવી સરકારના પ્રથમ બજેટમાં રાજયની જનતાની અપેક્ષા પરિપૂર્ણ કરનારુ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

નવો કરબોજ લાદવામાં આવે તેવી સંભાવના નહિવત

નાણામંત્રી કનુભા દેસાઇએ વર્ષ 2022-23 નું રૂ.2,43,965 કરોડનું બજેટ રજુ કર્યુ હતું. જે કદની દ્રષ્ટિએ ઐતિહાસિક હતું. હવે નવા વર્ષના બજેટનું કદ વધુ રહે તેવી સંભાવના રહેલી છે. બજેટમાં ગુજરાતની જનતા પર નવો કરબોજ લાદવામાં આવે તેવી સંભાવના નહિવત છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *