ચાંદખેડામાં નર્સની આત્મહત્યા કેસમાં પ્રેમી વિરૂદ્વ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

0

[ad_1]

પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા લાગી આવતા પગલું ભર્યું હતું

નર્સ જીમી પરમારે ૧૧ દિવસ પહેલા એસએમએસ હોસ્પિટલમાં આત્મહત્યા કરતા પહેલા પ્રેમી જયેશ રાઠોડ વિરૂદ્વ સુસાઇડ નોટ લખી હતી

Updated: Jan 23rd, 2023

અમદાવાદ

ચાંદખેડામાં આવેલી એસએમએસ હોસ્પિટલમાં નર્સ જીમી પરમારના આત્મહત્યા
કેસમાં ચાંદખેડા પોલીસે નર્સના પ્રેમી જયેશ પરમાર વિરૂદ્વ આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણાનો
ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. જીમી પરમારને લગ્નની લાલચ આપીને છેલ્લાં
ત્રણ વર્ષથી સંબધ રાખ્યા હતા. બાદમાં લગ્ન કરવાની ના પાડતા જીમીને લાગી આવ્યું હતુ
અને હોસ્પિટલમાં નોકરીના સમયે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જેમાં મરતા પહેલા
તેણે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં જયેશ રાઠોડ વિરૂદ્વ મુકેલા આક્ષેપને આધારે તપાસ શરૂ કરી
છે.
 ચાંદખેડામાં આવેલા એસ.એમ,એસ હોસ્પિટલમાં ગત ૧૨મી જાન્યુઆરીએ નર્સ જીમી પરમારે ગળાફાંસો
ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જેમાં અંતિમ પગલું ભરતા પહેલા તેણે ચિઠ્ઠી લખી હતી અને
તેણે આત્મહત્યા માટે તેના પ્રેમી જયેશ રાઠોડને જવાબદાર ગણીને આક્ષેપ કર્યો હતો કે ત્રણ
વર્ષ સુધી લગ્નની લાલચ આપીને સંબઘ રાખ્યા બાદ લગ્ન કરવાની ના પાડીને વિશ્વાસઘાત કર્યો
છે. આ ચિઠ્ઠીને આધારે મૃતક જીમી પરમારના માતા મધુબેન પરમારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાવી છે. જેની વિગતો એવી છે કે  જીમીના
લગ્ન ૨૦૨૦માં થયા હતા. જો કે પતિ સાથે મનમેળ ન થતા છ મહિનામાં છુટાછેટા થયા હતા અને
બાદમાં તે અમદાવાદ તેના નાની સાથે રહેવા માટે આવી હતી. જ્યાં તેણે હોસ્પિટલમાં નર્સની
નોકરી શરૂ કરી હતી. આ દરમિયાન તે તેના પરિચિત જયેશ રાઠોડ (રહે. જાનકી એપાર્ટમેન્ટ
, રાજપથ ક્લબ રોડ, બોડકદેવ)ને મળી  હતી. થોડા સમયની મુલાકાત બંને વચ્ચે પ્રેમસંબધ  બંધાયો હતો. 
જે વાતની જાણ જીમીએ તેની માતાને પણ કરી હતી અને ગત ૧૦મી જાન્યુઆરીએ જીમી જયેશના
ઘરે ગઇ હતી. જ્યાં તેને લઇને માથાકુટ થતા જીમીના માસી તેને સમજાવટથી પરત લાવ્યા હતા.
જે બાદ ફરીથી ૧૧મી તારીખે બીજા દિવસે પહોંચી ત્યારે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો
હતો. જ્યાં સામાજીક રીતે સમાધાન કરવા માટે જયેશને એક વર્ષ પછી જીમી સાથે લગ્ન કરવા
માટે વિનંતી કરી હતી. પરંતુ
,
તેણે લગ્ન કરવાની ના કહી હતી. જેથી જીમી પરમાર માનસિક રીતે હતાશ થઇ ગઇ હતી. બાદમાં
બીજા દિવસે હોસ્પિટલમાં જઇને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી
છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *