સુરત: રૂ.5માં શ્રમયોગીઓને મળશે ભરપેટ ભોજન

0


  • 18 મજૂર નાકાઓ પર ભોજનકેન્દ્રો શરૂ કરવામાં આવ્યા
  • શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે પ્રારંભ કરાયો
  • શ્રમિકોને ભરપેટ ભોજન મળે તેવી વ્યવસ્થા કરાઇ

સુરતમાં રૂપિયા 5માં શ્રમયોગીઓને ભરપેટ ભોજન મળે તેવી વ્યવસ્થાનું શુભારંભ કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થા 18 મજૂર નાકાઓ પર શરૂ કરવામાં આવી છે. તેમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

18 કડિયાનાકા ખાતેથી ભોજનકેન્દ્રોનો પ્રારંભ
શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રામનગર કડીયાનાકા ખાતે સુરત શહે૨ના 18 કડિયાનાકા ખાતેથી ભોજનકેન્દ્રોનો પ્રારંભ થયો છે. આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત શહેરના રામનગર કડીયાનાકા ખાતેથી સવારે ભોજનકેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો.

વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવશે
પ્રફુલ પાનસેરિયાએ પરીક્ષા પર ચર્ચામાં ભાગ લેવા પણ અપીલ કરી હતી. જેમાં જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી મોદી આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. વિદ્યાર્થીઓના આત્મહત્યા મામલે પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતુ કે કોઇપણ વિદ્યાર્થીને નાસીપાસ થવાની જરૂર નથી. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. વિદ્યાર્થીઓને હિંમતભેર આગળ વધવા ચેતના પુરશે. પાસ થાય કે નાપાસ થાય વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવશે.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *