સુરતમાં અલથાણની ફીઝીયોથેરાપીસ્ટને લગ્નની લાલચ આપી એક સંતાનના પિતાનું દુષ્કર્મ

0

[ad_1]

Updated: Jan 25th, 2023


– ઇન્ટર્નશીપમાંથી પરત આવતી વેળા રસ્તામાં અટકાવી મિત્રતા કેળવીઃ ધરમપુર ફરવા લઇ જઇ કારમાં રાત રોકાયા, નરાધમે પોતાના ઘરે અને ડુમ્મસ સહિતના વિસ્તારમાં કારમાં અનેક વખત એકાંત માણ્યું

સુરત,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર

અલથાણ વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય ફીઝીયોથેરાપીસ્ટને પરિણીત હોવા છતા લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ કરનાર એક સંતાનના પિતા વિરૂધ્ધ અલથાણ પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાય છે. 

અલથાણ વિસ્તારમાં રહેતી અને હોમ વિઝીટ થકી ફીઝીયોથેરાપીની પ્રેક્ટીસ કરતી પરપ્રાંતિય ડો. ભાવના (ઉ.વ. 25 નામ બદલ્યું છે) વર્ષ 2021 માં ઘર નજીક રહેતા વિરેન્દ્ર અભેસીંગ પટેલ (રહે. રાજ રેસીડન્સી-એ, સોહમ સર્કલ, અલથાણ) રસ્તામાં અટકાવી મારી વૃધ્ધ માતા બિમાર રહે છે અને ડોક્ટર તરીકે તમારી કોઇ જરૂર પડે તો તમને ફોન કરીશ એમ કહી મોબાઇલ નંબર લઇ મેળવી મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ નવસારી ખાતે કોલેજમાં મુકવાના બહાને ઉપરાંત ધરમપુર અને ડુમ્મસ ખાતે ફરવા લઇ ગયો હતો. ધરમપુરમાં બંને કારમાં રોકાયા હતા ત્યારે વિરેન્દ્રએ જબરજસ્તી કીસ કરી હતી અને ડુમ્મસ સહિતના વિસ્તારમાં કારમાં એકાંત માણ્યું હતું. વિદેશમાં માસ્ટર ડિગ્રી માટે જવા ઇચ્છતી ભાવનાને પાસપોર્ટનું ઓનલાઇન ફોર્મ ભરવાના બહાને પોતાના ઘરે બોલાવી ત્યારે પણ બંને શરીરસંબંધ બાંધ્યા હતા. જો કે વિરેન્દ્ર પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું જાણવા મળતા ભાવના ચોંકી ગઇ હતી. પરંતુ વિરેન્દ્રએ પોતે છુટાછેડા લેવાનો છે અને આપણે લગ્ન કરી ઓસ્ટ્રેલીયા ચાલ્યા જઇશું એવું કહી ભાવનાનો વિશ્વાસ કેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાવના જયારે વિરેન્દ્રના ઘરે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે જેની બહેન તરીકે ઓળખ આપી હતી તે તેની પત્ની અને ભાણેજ હોવાનું કહ્યું હતું તે તેની પુત્રી હતી. જેથી ભાવનાએ વિરેન્દ્ર વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *