સુરતમાં નાની દીકરીઓ સુરક્ષિત નથી કે શું,કયારેક છેડતી તો કયારેક દુષ્કર્મની ઘટનાઓ બનતી જાય છે.આવી જ એક સુરતમા બની હતી જેમાં સ્કૂલ વાનચાલકે ઘેનયુક્ત ચા પિવડાવી વિદ્યાર્થિનીની છેડતી કરી હતી,ધો 7ની વિદ્યાર્થિનીની દુષ્કર્મના ઇરાદે છેડતી કરતા સમગ્ર ઘટના સામે આવી હતી 3 દિવસથી ઘેનયુક્ત ચા પિવાડી કરતો હતો ગંદી હરકત બીજી તરફ માતા-પિતાએ સચિન પોલીસ મથકે નોંધાવી છે પોલીસ ફરિયાદ.
પોલીસે નરાધમ વાનચાલક સુભાસ પવારને ઝડપ્યો
સમગ્ર ઘટનામાં પોલીસે નરાધમ વેનચાલક સુભાસ પવારને ઝડપી પાડયો છે,વિધાર્થીનીને શાળાએ લઈ જાય અને ત્યારબાદ રસ્તામાં ચા પીવડાવી ગંદી હરકતો કરતો હતો સાથે સાથે દુષ્કર્મ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.ત્રણ દિવસથી આ કામ કરતો હતો પરંતુ વિધાર્થીનીને આ બાબતે જાણ થતા તેણે તેના માતા-પિતાને પણ જાણ કરી હતી તો માતા-પિતાએ સમગ્ર ઘટનાના પોલીસને જણાવી અને પોલીસે આ મામલે તપાસ હાથધરી છે.
સુભાસ પરણિત અને એક સંતાનનો પિતા
આરોપી સુભાસ ગાડી ચલાવવાનું કામ કરે છે સવારે અને બપોરે બાળકોને શાળાએ લેવા મૂકવા જવાનું કામ કરે છે ત્યારે પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યુ છે કે દુષ્કર્મ કરવાના બદ ઈરાદે તે આવું કરતો હતો ત્યારે પોલીસ આ મામલે રિમાન્ડ પણ માંગી શકે છે.પોલીસે બાળકીના તમામ રીપોર્ટ કઢાવ્યા છે અને બાળકીની પૂછપરછ હાથધરી છે.
અગાઉ પણએક આરોપીએ જાહેરમાં કરી હતી છેડતી
સુરતના ઉધનામાં આવેલી એક સોસાયટીના સીસીટીવી થયા વાયરલ અને આ વાયરલ સીસીટીવીએ ચકચાર મચાવી દીધી કેમકે આ સીસીટીવીમાં એક નરાધમ સગીરાઓની સરાજાહેર છેડતી કરતો દેખાઈ રહ્યો હતો. જેને શોધવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા અને આખરે તેને ઝડપવામાં પોલીસને સફળતા મળીહતી.સુરતના ઉધના વિસ્તારમાં આઠમી ડિસેમ્બરના રોજ બે બાળકીની સાથે છેડતી થઈ હતી અને પોલીસે આરોપીનું જાહેરમાં કાઢયું હતુ સરઘસ.