સુરતમાં દારૂના નશામાં આઇસરચાલકે બે જુદી જુદી જગ્યાએ અકસ્માત સર્જ્યો

0

[ad_1]

  • દારૂના નશામાં આઇસરચાલકે બે જુદી જુદી જગ્યાએ સર્જયો અકસ્માત
  • નશામાં ધૂત આઇસર ચાલકે કુલ 3 વાહનોને અડફેટે લીધા
  • પહેલો અકસ્માત સુરત જિલ્લાના કડોદરા અને ત્યાર બાદ અંત્રોલીમાં સર્જ્યો

સુરત જિલ્લાના કડોદરા અને અંત્રોલીમાં એક સાથે અકસ્માતની ગોજારી ઘટના બની છે. દારૂના નશામાં આઈસર ટેમ્પા ચાલકે તરાન વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કુલ 3 વ્યકતીઓના મોત નીપજ્યા છે.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના કડોદરામાં એક આઈસર ટેમ્પો ચાલક દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો. જે દરમિયાન કડોદરા પોલીસ સ્ટેશનની સામે તેણે ત્રણ મોટરસાયકલને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ત્રણેય મોટરસાયકલ ચાલક અને સવારના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત રાજ્યા બાદ આઇસર ચાલક ભાગવા જતા તેણે ફરીથી અંત્રોલી ખાતે પણ અકસ્માત સર્જ્યો હતો. એક જ આઇસર ચાલકે બે અલગ અલગ જગ્યાએ અકસ્માત કરતા પોલીસ વિભાગ દોડતો થયો હતો અને આઈસર ચાલકને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આઈસર ચાલકે ત્રણ બાઈકને અડફેટે લીધી હતી. જેમાં કુલ ત્રણ લોકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાલ પોલીસ વિભાગ દ્વારા આ અકસ્માતની તપાસ શરુ કરવામાં આવી છે

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *