રાજકોટના ઉપલેટા પંથકમાં દીપડો રમતી બાળકીને ખેંચી ગયો

0

[ad_1]

  • દીપડાએ એક ત્રણ વર્ષની માસૂમ બાળકીનો ભોગ લીધો
  • વિસ્તારમાં ત્રણ મહિનાથી દીપડાનો આતંક
  • બાળકીને ગુમાવતા માતાએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું

રાજકોટના ઉપલેટા પંથકમાં દીપડાએ એક ત્રણ વર્ષની માસૂમ બાળકીનો ભોગ લીધો છે. જેમાં ઉપલેટાના મેરવદર ગામની સીમમાં આવેલ વાડીમાં દીપડાએ હુમલો કરતા બાળકીનું મોત થયુ છે. માતા-પિતા વાડીમાં કામ કરી રહ્યા હતા ત્યારે દીપડાએ રમતી બાળકીને ખેંચી ગયો હોવાનું પરિવારે જણાવ્યું છે.

વિસ્તારમાં ત્રણ મહિનાથી દીપડાનો આતંક
ઘટનામાં દીપડાએ બાળકી પર હુમલો કરતા માસૂમ બાળકીનું મોત થયુ છે. મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને અહીં ખેત મજૂરી કરતા મજુરની બાળકીને દીપડાએ શિકાર બનાવી હતી. બાળકીનું મોત થતા ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જેમાં બાળકીના મૃતદેહને રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હોવાની પણ વિગતો સામે આવી છે. આ વિસ્તારમાં ત્રણ મહિનાથી દીપડાનો આતંક હોવાનું આ પંથકના લોકોએ જણાવ્યું છે. અગાઉ પણ શ્વાનનો ભોગ લીધો હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું છે.

ત્રણ વર્ષની બાળકીને ગુમાવતા માતાએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું
ત્રણ મહિનાથી દીપડાના આટાફેરા હોવા છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરાતા માસુમ બાળકીનો ભોગ લેવાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આવી ગંભીર બેદરકારી વધુ કોઈનો ભોગ લેશે તે પહેલા તંત્ર હરકતમાં આવશે કે કેમ તેને લઈને પણ સવાલો થઇ રહ્યાં છે. ત્રણ વર્ષની બાળકીને ગુમાવતા માતાએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું છે. ચોધાર આંસુએ રોતી માતાના પણ કરુણ દ્રશ્યો જોતા અને રૂદનથી હોસ્પિટલ ગુંજી ઉઠ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *