રાજકોટમાં તરૂણ ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો, વિસનગરમાં ત્રણ વર્ષની બાળકીનું મોત

0

[ad_1]

ગુજરાતમાં ઉત્તરાયણ પહેલાં જ પતંગની દોરીથી 21 લોકો લોહીલુહાણ થયા

Updated: Jan 14th, 2023

અમદાવાદ, 14 જાન્યુઆરી 2023 શનિવાર

ઉત્તરાયણના દિવસે ઈમર્જન્સી કેસોમાં વધારો થયો છે. ચાઈનીઝ દોરીના વેચાણ પણ પોલીસે તવાઈ બોલાવ્યા પછી પણ તેનો ઉપયોગ બંધ થયો નથી. લોકોમાં હજીયે ચાઈનીઝ દોરી પ્રત્યે જાગૃતિ આવી નથી. રાજકોટમાં એક તરુણ ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો છે. રાજકોટના બેડી વિસ્તારમાં એક તરૂણને ચાઈનીઝ દોરીથી ઈજા થતાં 29 ટાંકા આવ્યાં છે. તેને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. બીજી બાજુ મહેસાણાના વિસનગરમાં 3 વર્ષની બાળકીનો ચાઈનીઝ દોરીએ જીવ લીધો છે. 

બાળકીનું મોત થતાં પરિવારમાં આક્રંદ
વિસનગરમાં એક પરિવાર માટે ઉત્તરાયણ માતમ સમાન બની ગઈ છે. ચાઈનીઝ દોરીના કારણે એક ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીને ગળાના ભાગે દોરી વાગતાં તેનું મોત નિપજ્યું છે. બાળકીનું મોત થતાં પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. કડા દરવાજા વિસ્તારમાં માતા બાળકીને તેડીને લઈને આવતા હતાં ત્યારે અચાનક બાળકીને ગળામાં ચાઈનીઝ દોરી વાગી હતી. બાળકીને દોરી વાગતા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

પોલીસે પણ ચાઈનીઝ દોરીના વેચાણને લઈને તવાઈ બોલાવી હતી
ગુજરાતમાં હાઈકોર્ટે પણ ચાઈનીઝ દોરીને લઈને સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યાર બાદ પોલીસે પણ ચાઈનીઝ દોરીના વેચાણને લઈને તવાઈ બોલાવી હતી. ઉત્તરાયણ પર્વે પતંગની દોરીથી ઈજા થવાના 200 જેટલા કેસ બની શકે તેવી ધારણા ઈમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. લોકોમાં જાગૃતિનો અભાવ અને વેપારીઓની કમાણીની લાલચે લોકોના મોત થઈ રહ્યાં છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *