કલોલમાં એક બેફામ કાર ચાલકે મોટો અકસ્માત સર્જાયો છે. કલોલના નવજીવન રોડ ઉપર બેકાબુ કાર ચાલકે શાકભાજીના ફેરીયા ઉપર કાર ચડાવી દીધી છે અને ગંભીર અક્સ્માત સર્જ્યો છે. કાર ચાલકે શાકભાજી વેચતા ફેરિયા ઉપર કાર ચડાવી દેતા આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, ત્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયાની જાણકારી મળી રહી છે.
પરિવારજનોએ હોસ્પિટલમાં આક્રંદ કરી દેતા કરુણા દ્રશ્યો સર્જાયા
કલોલની કોર્ટ પાસે શાકભાજી વેચતા ફેરિયા ઉપર આ કાર ફરી વળી હતી અને ફેરિયાવાળા ઉપર કાર ચડાવી દેતા રોડ ઉપર અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા અને આસપાસમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા 2 લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પરિવારજનોએ હોસ્પિટલમાં આક્રંદ કરી દેતા કરુણા દ્રશ્યો સર્જાયા છે.
બેફામ કાર ચાલકની કલોલ પોલીસે કરી ધરપકડ
ત્યારે પોલીસે આ બેફામ કાર ચાલકની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા અને ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ઘટના સ્થળે અને હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે.