જાન્યુઆરી 2023માં 5 ગ્રહોની ચાલમાં આવશે ફેરફાર, આ રાશિઓનું ચમકશે ભાગ્ય

0

[ad_1]

  • 14 જાન્યુઆરીએ સૂર્યદેવ કરશે રાશિ પરિવર્તન
  • 17 જાન્યુઆરીએ શનિદેવ કુંભ રાશિમાં કરશે ગોચર
  • 22 જાન્યુઆરીએ શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે

વૈદિક જ્યોતિષના અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેનો સીધો પ્રભાવ માનવ જીવન પર પડે છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં 3 ગ્રહોની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. તેમાં સૌથી પહેલા 14 જાન્યુઆરીએ સૂર્યદેવ રાશિ પરિવર્તન કરશે. આ પછી 17 જાન્યુઆરીએ શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરશે અને 22 જાન્યુઆરીએ શુક્ર ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે મંગળ અને બુધ ગ્રહ માર્ગી થવા જઈ રહ્યા છે. આ પરિવર્તનની અસર તમામ રાશિ પર થશે પરંતુ 4 રાશિ મેષ, વૃષભ, મિથુન અને મકરને જાન્યુઆરીમાં ધનલાભ અને કરિયરમાં સફળતા મળવાની શક્યતા છે.

મેષ રાશિ

આ રાશિના લોકો માટે 3 ગ્રહોની ચાલમાં ફેરફાર અનુકૂળ સાબિત થઈ શકે છે કેમકે શનિદેવ તમારી ગોચર કુંડળીના 11મા ભાવમાં તો સૂર્યદેવ તમારી રાશિના 10મા ભાવમાં ગોચર કરશે. આ મહિને તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે જ જે લોકો બેરોજગાર છે તેમને નોકરીની ઓફર આવી શકે છે. આ સાથે જે લોકો શેરબજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવા ઈચ્છે છે તેમના માટે સમય અનુકૂળ છે.

વૃષભ રાશિ

3 ગ્રહોની ચાલમાં ફેરફાર વૃષભ રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે કેમકે સૂર્યદેવ તમારી ગોચર કુંડળીના નવમા ભાવમાં શનિદેવ 11મા સ્થાનમાં ગોચર કરશે. આ માટે આ સમયે તમારી આવકમાં વધારો થઈ શકે છે. સાથે જે જાતક નોકરીમાં કામ કરે છે તેમને માટે પગારમાં વધારો અને પ્રમોશનના યોગ બની રહ્યા છે. તમે તમારી કોઈ પૈતૃક સંપત્તિના વેચાણથી પણ લાભ મળશે.

મિથુન રાશિ

3 ગ્રહોની ચાલમાં ફેરફાર તમે લોકોના માટે શુભફળદાયી સાબિત થઈ શકે છે. શનિદેવ તમારી રાશિના નવમા ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યા છે. આ સિવાય સૂર્યદેવ તમારી ગોચર કુંડળીથી આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આ સમયે તમારા ભાગ્યમાં વધારો થઈ શકે છે. સાથે જે લોકો નવા વેપારની શરુઆત કરવાનું વિચારી રહ્યા છે તેઓ કરી શકે છે. સાથે તમે આ સમયે કારોબાર કે અન્ય કોઈ કામથી આ સમયમાં યાત્રા પણ કરી શકો છો.

મકર રાશિ

આ રાશિના જાતકો માટે 3 ગ્રહોની ચાલમાં ફેરફાર આર્થિક રીતે લાભદાયી સાબિત થઈ શકે છે. કેમકે શનિદેવ તમારી ગોચર કુંડળીના અન્ય ભાવમાં તો ગ્રહોના રાજા સૂર્યદેવ તમારી રાશિથી લગ્ન ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યા છે. આ સમયે જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવાનું વિચારી રહ્યા છે તેમની મનોકામના પૂરી થઈ શકે છે. શનિની સાડાસાતીનું આ છેલ્લું ચરણ હશે. જે તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે.   

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *