જાન્યુઆરીમાં દૈનિક ધોરણે 1,600 ટેક કર્મીઓની છટણી કરાઈ

0

[ad_1]

  • કેલેન્ડર 2023ની શરૂઆત ટેક્નોલોજી કર્મચારીઓ માટે શુભ જોવા નથી મળી
  • કેલેન્ડર 2022માં જોવા મળેલી છટણી નવા વર્ષમાં પણ ચાલુ રહી
  • ઓલા જેવી કંપનીએ પણ 200 કર્મચારીઓને ફાયર કર્યાં હતાં

કેલેન્ડર 2023ની શરૂઆત ટેક્નોલોજી કર્મચારીઓ માટે શુભ જોવા નથી મળી રહી. જાન્યુઆરી મહિનાના પ્રથમ 16 દિવસોમાં દૈનિક ધોરણે સરેરાશ 1,600 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે આર્થિક મંદીના ડર પાછળ ટેકનોલોજી કંપનીઓ તરફથી તેમના કર્મચારીઓને પિંક સ્લીપ આપવામાં વૃદ્ધિ જોવા મળી છે. ગયા કેલેન્ડર 2022માં 1000થી વધુ કંપનીઓએ 1,54,336 કર્મચારીઓની છટણી કરી હતી એમ એક સર્વે જણાવે છે. જ્યારે ચાલુ વર્ષે પ્રથમ પખવાડિયામાં જ 26 હજારથી વધુ કર્મચારીઓને પાણીચું આપવામાં આવ્યું છે. આમ કેલેન્ડર 2022માં જોવા મળેલી છટણી નવા વર્ષમાં પણ ચાલુ રહી છે.

સ્ટાફને નોકરીમાંથી છૂટા કરવામાં ભારતીય કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ પણ સક્રિય રહ્યાં છે. જેમાં હોમગ્રોન સોશિયલ મીડિયા કંપની શેરચાટે અનિશ્ચિત માર્કેટ સ્થિતિને જોતાં તેના 20 ટકા વર્કફેર્સને જોબમાંથી દૂર કર્યો હતો. જેની અસર 500 કર્મચારીઓ પર પડી હતી. ટ્વિટર, ગૂગલ, સ્નેપ અ ટાઈગર ગ્લોબલ, શેરચાટને ગણનામાં લેતાં લગભગ 2,300 કર્મચારીઓ પર અસર પડી હતી. ઓલા જેવી કંપનીએ પણ 200 કર્મચારીઓને ફાયર કર્યાં હતાં. જ્યારે વોઈસ ઓટોમેટેડ સ્ટાર્ટઅપ સ્કિટડોટએઆઈએ પણ તેના ચાલુ મહિને કેટલાંક એમ્પ્લોઈઝને છૂટાં કર્યાં હતાં.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *