ફેબ્રુઆરીમાં GST કલેક્શન 12% વધી રૂ. 1.49 લાખ કરોડ થયું

0


  • સેસ કલેક્શન રૂ. 11,931 કરોડ, GST લાગુ થયા પછીનું વધુ
  • જાન્યુઆરીની સરખામણીએ કલેક્શન 5 ટકા જેટલું ઘટ્યું
  • ફેબ્રુઆરીમાં ઓછા દિવસો હોવાથી જીએસટી કલેક્શન નીચું રહે છે

દેશના ગૂડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ(જીએસટી) કલેક્શનને લઇને મોટા સમાચાર આવ્યા છે. ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન રૂ. 1,49,577 કરોડ નોંધાયું હતું જે આગલા વર્ષના સમાન ગાળાના કલેક્શનની સરખામણીએ 12% વધુ છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન રૂ. 1,33,026 કરોડ નોંધાયું હતું. ફેબ્રુઆરી મહિનામાં સેસ કલેક્શનના મોરચે નવો રેકોર્ડ નોંધાયો હતો. આ મહિને સેસ કલેક્શન પેટે રૂ. 11,931 કરોડની આવક થઇ હતી જે દેશમાં જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ સૌથી વધારે છે.

જાન્યુઆરી 2023માં રૂ. 1.57 લાખ કરોડનું જીએસટી કલેક્શન નોંધાયું હતું, કે જે અત્યાર સુધીનું બીજા ક્રમનું સર્વોચ્ચ સ્તર હતું. એપ્રિલ 2022માં રૂ. 1.68 લાખ કરોડની આવક નોંધાઇ હતી. આ સાથે જાન્યુઆરીમાં સતત 11મા મહિને રૂ. 1.55 લાખ કરોડથી ઉપરનું કલેક્શન પ્રાપ્ત થયું હતું.

ફેબ્રુઆરીના ઓછા દિવસો ઘટાડાનું કારણ

કેન્દ્રીય નાણામંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2023માં કુલ જીએસટી કલેક્શન રૂ. 1,49,577 કરોડ નોંધાયું હતું જેમાં કેન્દ્રીય જીએસટી રૂ. 27,662 કરોડ છે જ્યારે રાજ્ય જીએસટી વસૂલાત રૂ. 34,915 કરોડની છે. આ ઉપરાંત IGST કલેક્શન રૂ. 75,069 કરોડ નોંધાયું હતું. આ ઉપરાંત સેસની આવક રૂ. 11,931 કરોડની નોંધાઇ છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોવાના કારણે જીએસટી કલેક્શન અન્ય મહિનાની સરખામણીએ ઘટતું હોય છે.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *