19 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
19 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાનીલગીરીના ખેતરમાં યુવાનને જીવતો સળગાવી દઇ નિર્દયી હત્યા | murder in farm...

નીલગીરીના ખેતરમાં યુવાનને જીવતો સળગાવી દઇ નિર્દયી હત્યા | murder in farm near vemardi



વડોદરા, તા.6 કરજણ-વેમારડીરોડ પર નીલગીરીના એક ખેતરમાં ગઇરાત્રે એક યુવાનને જીવતો સળગાવી દઇ તેની કરપીણ હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે મૃતક યુવાનની ઓળખ માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે કરજણમાં જૂનાબજાર વિસ્તારમાં દશમાભાગમાં રહેતા બળવંતસિંહ સરદારસિંહ ચાવડા ખેતી કરે છે. તેમનું ખેતર કરજણ-વેમારડીરોડ પર આવેલું છે. આજે સવારે તેઓ ઘેર હતા ત્યારે તેમના ખેતરની નજીકના ખેતરના માલિક અર્જુનસિંહનો ફોન આવ્યો હતો કે કોઇ અજાણ્યા માણસની લાશ સળગેલી હાલતમાં પડેલી છે તમે ખેતરમાં આવી જાઓ.

બાદમાં બળવંતસિંહ પોતાના નીલગીરીના ખેતરમાં ગયા ત્યારે આશરે ૩૦થી ૩૫ વર્ષની વયનો એક યુવાન આખો સળગી ગયેલી હાલતમાં જણાયો હતો. નજીકમાં એક મોબાઇલ પણ આખો સળગી ગયેલો મળ્યો હતો તેમજ ગેસ લાઇટર મળ્યું હતું. ઘટનાસ્થળ પર બાઇકની ટાયરના નિશાન મળ્યા હતાં જેથી કોઇ વ્યક્તિએ યુવાનને જીવતો સળગાવી દઇ તેની નિર્દયતાપુર્વક હત્યા કરી હોવાનું જણાયું હતું.

આ ઘટના અંગે કરજણ પોલીસને જાણ કરતાં જિલ્લા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બનાવ અંગે હત્યાનો ગુનો દાખલ કરી પ્રથમ અજાણ્યા યુવાનની ઓળખ માટેના પ્રયાસો  હાથ ધર્યા છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ મૃતક યુવાન પરપ્રાંતિય હોઇ શકે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય