દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામના સીમ વિસ્તારમાં રાત્રીના સમયે યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. કુટુંબી મામાએ જ ભાણેજની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. ખીજદળ ગામે 33 વર્ષીય વિરમદેવસિંહ નામના યુવાનની હત્યા થઈ છે. જે હત્યાનો ભેદ કલ્યાણપુર પોલીસે આરોપીને ઝડપી હત્યાનો ભેદ ઉકેલાયો છે.
માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી કરી હત્યા
દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આવેલા ખીજદળ ગામે વાડી વિસ્તારમાં રહેતા 33 વર્ષીય વિરામદેવસિંહ જાડેજા નામના યુવાનની કરણપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. બનાવની જાણ થતા કલ્યાણપુર પોલીસ દેવભૂમિ દ્વારકા LCB તેમજ DySp સહિતના પોલીસ અઘિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો લઈ PM અર્થે જામ કલ્યાણપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, તેમજ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી છે.
કુટુંબી મામાએ જ ભાણેજની કરી હત્યા
પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા તજવીજ શરૂ કરવામાં આવી છે. દ્વારકા LCBને બાતમી મળી કે આરોપી રાવલ પાસેના નગડીયા ગામની સીમમાં છુપાયેલ છે, આ બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા LCB અને કલ્યાણપુર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આરોપી ચંદ્રસિંહ રતુભા જાડેજાને રાવલ ગામ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો અને કલ્યાણપુર પોલીસ સ્ટેશને લઈ તપાસ કરતા આરોપી ચંદ્રસિંહ દ્વારા વિરમદેવસિંહ જાડેજા નામના યુવાનની હત્યા કરવાનું કબૂલ્યું હતું. ઉપરાંત મૃતક યુવક આરોપીના કુટુંબી ભાણેજ થતાં હોય એ પણ જાણવા મળ્યું હતું.
કુટુંબી મામાએ શું કામ કરી ભાણેજની હત્યા?
પોલીસ દ્વારા પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીના પત્ની સાથે મૃતક યુવકના પ્રેમ સંબંધ હોય અવાર નવાર સમજાવા છતાંય મૃતક યુવક ના સમજતા આરોપી ચંદ્રસિંહે ઈરાદાપૂર્વક મૃતક વિરમદેવસિંહ જાડેજાની વાડીએ જઈ મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને પોતે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ હત્યાના બનાવને પગલે સમગ્ર નાના એવા ગામમાં ભારે ચકચાર મચી હતી, પોલીસે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.