બિહારના બક્સરમાં લાઠીચાર્જથી ભડક્યા ખેડૂતો, પોલીસની ગાડીઓમાં આગચંપી

0

[ad_1]

  • ખેડૂતોએ ઉગ્ર પ્રદર્શન કરીને બસોને આગ ચાંપી દીધી હતી
  • પોલીસના વાહનો પણ સળગાવવામાં આવ્યા હતા
  •  ખેડૂતો વળતર માટે લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે.

બિહારના બક્સરમાં આજે પોલીસને ખેડૂતોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતોએ ઉગ્ર પ્રદર્શન કરીને બસોને આગ ચાંપી દીધી હતી. પોલીસના વાહનો પણ સળગાવવામાં આવ્યા હતા. ચૌસામાં SJVNના પાવર પ્લાન્ટ માટે જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. ખેડૂતો વળતર માટે લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે.

આ દરમિયાન પોલીસે મધ્યરાત્રિએ ખેડૂતોના ઘરોમાં ઘૂસીને લાઠીચાર્જ કર્યો હતો. ખેડૂતોને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો, જે બાદ આજે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસે ખેડૂતોનો પીછો કર્યો હતો પરંતુ વાતાવરણ તંગ છે. ખેડૂતો બાદ હવે પોલીસની બર્બરતાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો?

બક્સર જિલ્લામાં પોલીસનો અમાનવીય ચહેરો જોવા મળ્યો છે. અહીં રાત્રે 12 વાગે પોલીસે ઘરમાં સૂતેલા ખેડૂતો પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો. આનો વીડિયો ખેડૂતોના સંબંધીઓએ શેર કર્યો હતો અને પૂછ્યું હતું કે ગુનેગારો સામે ઘૂંટણિયે પડી ગયેલી પોલીસે અમને આટલી નિર્દયતાથી કેમ માર્યા? પોલીસની કાર્યવાહીથી ખેડૂતો રોષે ભરાયા હતા અને પોલીસના વાહનોને આગ ચાંપી દીધી હતી.

ચૌસામાં, SJVN દ્વારા પાવર પ્લાન્ટ માટે ખેડૂતોની જમીન સંપાદન 2010-11 પહેલા કરવામાં આવી હતી. 2010-11ના સર્કલ રેટ મુજબ ખેડૂતોને વળતર મળ્યું હતું. જ્યારે કંપનીએ 2022 માં જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરી, ત્યારે ખેડૂતો હવે વર્તમાન દર મુજબ જમીન સંપાદિત કરવા માટે વળતરની માંગ કરી રહ્યા છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની જૂના દરે વળતર આપીને બળજબરીથી જમીન સંપાદન કરી રહી છે. જેની સામે ખેડૂતો છેલ્લા 2 મહિનાથી આંદોલન કરી રહ્યા છે. આના પર પોલીસે રાત્રે ઘરમાં ઘૂસીને મહિલાઓ અને પુરુષો તેમજ બાળકો પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો. આનાથી ખેડૂતો રોષે ભરાયા હતા અને પોલીસ સાથે તેમની હિંસક અથડામણ થઈ હતી, જેમાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

કંપની વચન આપી ફરી ગઇ

ચૌસામાં થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપતા પહેલા, કંપનીએ જિલ્લાના ખેડૂતોને વચન આપ્યું હતું કે તે તેના CSR ભંડોળથી અહીં શાળાઓ, હોટલ અને રોજગારીની તકો આપશે, ચારેબાજુ સમૃદ્ધિ આવશે, સ્થાનિક લોકોને નોકરીમાં પ્રાધાન્ય આપવામાં આવશે. પરંતુ ખેડૂતોએ કરાર પર હસ્તાક્ષર કરતાની સાથે જ કંપની પોતાના વચનથી ફરી ગઈ હતી.

લાઠીચાર્જ પર અધિકારીએ શું કહ્યું?

રાત્રે 12.00 વાગ્યે ખેડૂતોના ઘરોમાં ઘૂસી ગયેલા પોલીસ સ્ટેશનના SHO અમિત કુમાર કહે છે, ‘રાત્રે SJVN પાવર પ્લાન્ટ દ્વારા જે ખેડૂતોની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી તેમની ધરપકડ કરવા પોલીસ ગઈ હતી, પહેલા તેઓએ હુમલો કર્યો હતો. જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

સીસીટીવીએ પોલીસનો પર્દાફાશ કર્યો

જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીથી માંડીને પોલીસ સ્ટેશન સુધી ખેડૂતો પર હુમલો કરવાનો આરોપ લગાવીને માર મારવાની વાત કરી રહ્યા છે, પરંતુ એક CCTV ફૂટેજથી પોલીસનો ચહેરો ખુલ્લો પડી ગયો છે. સ્પષ્ટ દેખાય છે કે પોલીસ પહેલેથી જ ખેડૂતના ઘરની બહાર ઉભી છે અને દરવાજો બંધ છે. પોલીસને એ વાતનો પણ ખ્યાલ નહોતો કે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ પણ પોતાના ઘરે સીસીટીવી લગાવ્યા હશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *