ભાવનગરના વરતેજના ગ્રામ્ય વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મની ઘટના બની છે જેમાં પાડોશમાં રહેતા 21 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે.ચોકલેટની લાલચ આપી નરાધમે દુષ્કર્મ આચર્યુ છે,હાલમાં તો બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે,પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.આ કેસમાં આરોપી હજી પોલીસ ચોપડે ફરાર છે.
ચોકલેટની લાલચે આચર્યુ દુષ્કર્મ
વરતેજના ગ્રામ્ય વિસ્તારમાં બાળકરી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે,જેમા બાળકીને પાડોશમાં રહેતા યુવાને જ આ દુષ્કર્મ આચર્યુ છે.બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી છે,મહત્વનું છે કે બાળકીના તમામ રીપોર્ટ હાલ કઢાવી દીધા છે અને બાળકીએ તેના માતા-પિતાને આ ઘટનાની જાણ કરતા તેના માતા-પિતા પણ ચૌંકી ઉઠયા હતા પોલીસને જાણ કરી હતી.બીજી તરફ આસપાસના લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી.
ભાવનગરમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે ફટકારી સજા
ભાવનગરના ફુલસર રોડ પર કાંતિનગરમાં પ્લોટ નં.૧૮૦માં રહેતો ૫૫ વર્ષીય હિંમત રત્નાભાઈ બઢિયા નામના શખ્સે બે વર્ષ પૂર્વે ગત તા.૧૮-૧૨-૨૦૨૨ના રોજ રાત્રિના સમયે એક નવ વર્ષની માસૂમ બાળકીને તેના ઘરમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના પ્રકાશમાં આવતા હવસખોર આધેડ સામે ચોતરફથી ફિટકાર વરસી હતી. બાળકીના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૭૬ (એ) (બી), પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી શખ્સને ઝડપી લીધો હતો.
પારડી દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો
પારડીના મોતિવાડા ખાતેના ચકચારી 19 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં વલસાડ જિલ્લા પોલીસે સિરિયલ કિલરને ઝડપી પાડી અન્ય પાંચ મર્ડરના ગુના પણ ઉકેલી નાખ્યા છે. આરોપી નાનપણથી જ ચોરીની ટેવ વાળો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે સુરતથી લઇ પુના સુધીના તમામ રેલવે સ્ટેશન ઉપર વોચ ગોઠવી આરોપી બાંદ્રાથી વાપી માટે ટ્રેનમાં બેસતા જ વાપી સ્ટેશનને ઉતરતાની સાથે જ રેલવે પોલીસ અને જીઆરપીએફ દ્વારા તેને દબોચી લીધો હતો. પોતે જ્યારે પકડાયો ત્યારે પણ સવારે એક મહિલા સાથે દુષ્કર્મ કરી તેને ગળુ દબાવી હત્યા કરી મોતને ઘાટ ઉતારીને આવ્યો હોવાનું પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું.