ભાવનગરમાં 16 દિવસ પૂર્વે અપહરણ થયેલ બાળકીની લાશ મળતા ચકચાર

0

[ad_1]

Updated: Jan 11th, 2023

– આરોપીની પોલીસે અટક કરી પુછપરછ કરતા ભાંડો ફૂટયો 

– આરોપીએ બાળકીની હત્યા કરી કોથળીમાં પુરી બંદર રોડના તળાવ પાસે નાખી દીધી હતી : પોલીસ સ્ટાફે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી 

ભાવનગર : ભાવનગરમાં રમકડાં વેંચી પેટનો ખાડો પૂરતા ગરીબ પરિવારની ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ ૧૬ દિવસ પૂર્વે થયુ હતું. આ બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીની અટક કરી પુછપરછ કરતા આરોપીએ બાળકીની હત્યા કરી બંદર રોડ પર ફેંકી દીધી હોવાની કબુલાત આપતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બંદર રોડ પરથી બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. 

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના જશોનાથથી પાનવાડી રોડ પર આવેલ આયુર્વેદિક કોલેજ પાસે ફૂટપાથ ઉપર રહેતા અને રમકડા વેંચવી ઘરનું ગુજરાન ચલાવતા મૂળ મહુવા શહેરના ખારા વડલી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારની એક ચાર વર્ષની માસૂમ દીકરી ૧૬ દિવસ પૂર્વે ઝૂપડા પાસે ફૂટપાથ પર રમી રહી હતી. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેણીને લલચાવી-ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી નાસી ગયો હતો. ચાર વર્ષની માસૂમનું અપહરણ થતાં ગરીબ પરિવારમાં ચિંતા પ્રસરી હતી. બનાવ અંગે અપહ્યત બાળકીના માતાએ સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઈપીસી ૩૬૩ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. 

બાળકીના અપહરણના કેસમાં પોલીસે તપાસ કરી આયુર્વેદિક કોલેજ પાસે ફુટપાથ પર જ રહેતા છગન નામના શખ્સની અટક કરી પુછપરછ હાથ ધરી હતી. આરોપીએ બાળકીની હત્યા કરી કોથળીમાં પુરી બંદર રોડ પર આવેલ તળાવ પાસે ફેંકી હોવાની કબુલાત આપતા આજે બુધવારે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બાળકીની લાશ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધવા માટે કવાયત હાથ ધરી છે. આ બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામેલ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *