યુવતી ઘરથી બહાર નીકળે એટલે તેના ચારિત્ર્ય પર ટિપ્પણી થતી હોઈ કંટાળી પગલું ભર્યું, સમયસર સારવાર મળતા બચી ગઈ
ગાંધીધામ: અંજારમાં ચારિર્ત્ય વિશે બદનામી કરતી વાતો કરીને મંગેતરને ભડકાવીને સગાઈ તોડાવી નાખનાર યુવક સહિત ચાર લોકો સામે ગુનો નોંધાયો છે. સમાજમાં થતી પોતાની બદનામીથી યુવતીએ એસીડ પી લીધા બાદ સમગ્ર બનાવ બહાર આવ્યો છે. એસિડ પી લીધા બાદ યુવતીને સમયસર સારવાર મળી જતાં યુવતી બચી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
અંજારમાં રહેતી ૨૮ વષય યુવતીની ગત ૩૦મી એપ્રિલના રોજ સામખિયાળીના રવિ ચંપકલાલ ચનારાણા સાથે સગાઈ થઈ હતી.