અમદાવાદમાં ક્રિકેટ મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરાયો

0

[ad_1]

  • મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન માટે સમય વધારાયો
  • આવતીકાલે યોજાનારી ક્રિકેટ મેચને ધ્યાને લઇને લેવાયો નિર્ણય
  • રાત્રિ 10 વાગ્યા બાદ દર 15 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે

આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ મુકાબલો છે. ત્યારે મેચ દરમ્યાન થતો ટ્રાફિક ઘટાડવા માટે અમદાવાદ મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મેટ્રો ટ્રેનને રાત્રિના 12:30 વાગ્યા સુધી શરુ રાખવામાં આવશે.

મળતી માહિતી મુજબ આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ હોવાથી અમદાવાદીઓને અગવડતા ન પડે અને મેટ્રો ટ્રેનમાં બેસવા માટે મુસાફરોનો ટ્રાફિક ન થાય તે માટે મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન માટે અઢી કલાકનો સમય વધારવામાં આવ્યો છે. જેથી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર દોડતી મેટ્રો ટ્રેન રાત્રિના 12:30 સુધી ચાલુ રહેશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને ટ્રાફિક બંદોબસ્ત મુદ્દે ટ્રાફિક વિભાગ સજજ છે. તેમાં જનપથથી સ્ટેડિયમ સુધી 3 વાગ્યાથી રોડ બંધ કરવામાં આવશે. આથી શહેરીજનોને સ્ટેડિયમ સુધી પહોંચવા મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરવા ટ્રાફિક પોલીસ દ્વારા સૂચન આપવામાં આવ્યું છે. રાત્રિ 10 વાગ્યા બાદ દર 15 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે વઘારેલા સમય દરમ્યાન તમામ મેટ્રો સ્ટેશન માત્ર નિકાસ માટે જ ખુલ્લા રહેશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *