સને 1995માં મર્ડરના ગુનામાં 28 વર્ષથી વોન્ટેડ આરોપી કેરળથી ઝડપાયો

0

[ad_1]

23 વર્ષની વયે હત્યા કરનાર કૃષ્ણ પ્રધાન પકડાયો ત્યારે ઉંમર બાવન વર્ષ : સાગરીત સાથે મળી મિત્રની હત્યા કરી લાશ નહેરમાં ફેંકી દીધી હતી

વર્ષો અગાઉ પરિવાર સાથે સ્થળાંતર કરી કેરળ પહોંચેલો કૃષ્ણ પ્રધાન હાલ ઓળખ બદલીને મિસ્ત્રીકામ કરતો હતો

Updated: Jan 27th, 2023

– 23 વર્ષની વયે હત્યા કરનાર કૃષ્ણ પ્રધાન પકડાયો ત્યારે ઉંમર બાવન વર્ષ : સાગરીત સાથે મળી મિત્રની હત્યા કરી લાશ નહેરમાં ફેંકી દીધી હતી

– વર્ષો અગાઉ પરિવાર સાથે સ્થળાંતર કરી કેરળ પહોંચેલો કૃષ્ણ પ્રધાન હાલ ઓળખ બદલીને મિસ્ત્રીકામ કરતો હતો

સુરત, : સુરતના પાંડેસરા વિસ્તારમાં 28 વર્ષ અગાઉ ગદ્દારીના વહેમમાં પોતાના જ મિત્રની સાગરીત સાથે મળી હત્યા કરી લાશ નહેરમાં ફેંકી ફરાર વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે કેરળથી ઝડપી લીધો છે.ક્રાઈમ બ્રાન્ચ માત્ર આરોપીના વર્ણનના આધારે તેના સુધી પહોંચી હતી અને 28 વર્ષ અગાઉના ગુનામાં પ્રથમ ધરપકડ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ 1995 માં સુરતના પાંડેસરા સિદ્ધાર્થનગર વિસ્તારમાં રહી કારખાનામાં મજૂરી કરતા ત્રણ મિત્રો પૈકી શિવરામ ઉદય નાયક ગદ્દારી કરતો હોવાના વહેમમાં તે સમયે 23 વર્ષના કૃષ્ણ રઘુનાથ પ્રધાને 4 માર્ચની રાત્રે નવ વાગ્યે પોતાના સાગરીત સાથે મળી શિવરામને તેના ઘરેથી વાત કરવાના બહાને બહાર લઈ જઈ તલવાર અને ચાકુથી પેટમા, છાતીમાં ઘા મારી હત્યા કરી લાશને ગૌતમનગર નહેરમાં નાંખી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો.પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના આ ગુનામાં પોલીસના પ્રયાસો છતાં આરોપીઓ પકડાયા નહોતા.દરમિયાન, પોલીસ કમિશનરે 20 વર્ષથી વધુ સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચને કામ સોંપતા ક્રાઈમ બ્રાન્ચે દરેક ગુનાના વોન્ટેડ આરોપીઓને પકડવા માટે એક પોલીસકર્મીને જે તે આરોપી અંગે જ તપાસ કરવા જવાબદારી સોંપી હતી.

તે મુજબ પાંડેસરાના ગુનામાં વોન્ટેડ કૃષ્ણ પ્રધાન અને તેના સાગરીતને પકડવા સવા વર્ષથી મહેનત કરી રહેલા ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ શબ્બીર શેખ અને ટીમે તેના વિશે માહિતી એકત્ર કરતા જાણવા મળ્યું હતું કે હત્યા કરીને કૃષ્ણ પ્રધાન વિના ટિકિટે મુસાફરી કરી વતન પહોંચ્યો હતો અને ત્યાં પોતાના પરિવારને હત્યાના બનાવ અંગે જાણ કરી પોતાની સાયકલ વેચીને સમગ્ર પરિવાર સાથે ઘર છોડી બ્રહ્મપુર ચાલ્યો ગયો હતો.ત્યાં લગ્ન કરી પોતાના ઓળખના નવા પુરાવા ઉભા કરી ત્યાં 10 થી 12 વર્ષ રહી ત્યાંથી ભુવનેશ્વર ગયો હતો.તે ભુવનેશ્વરમાં 2007 સુધી સાળા સાથે કામ કરતો હતો અને પછી ક્યાંક રહેવા ચાલ્યો ગયો છે.આથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેના વિશે વધુ તપાસ કરતા તે કેરળના પથનમથીટ્ટાના અદુર ગામમાં હોવાની માહિતી મળી હતી.


આથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેનું વર્ણન મેળવી કેરળના અદુર ગામ પહોંચી સ્થાનિક પોલીસની મદદથી હાલ મિસ્ત્રીકામ કરતા કૃષ્ણ પ્રધાનને સામાન્ય પુછપરછના બહાને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરી હતી.તે દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચે તેને વર્ષ 1995 માં થયેલા મર્ડર અંગે પૂછતાં તે ચોંકી ઉઠયો હતો.ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ છેવટે તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરતા તેની અટકાયત કરી સુરત લાવી પાંડેસરા પોલીસને સોંપ્યો હતો.કૃષ્ણ પ્રધાન સુરતથી ભાગીને વતન ગયા બાદ કે=જ્યાં પણ કામ કરતો ત્યાં પોતાનું આખું નામ આપતો નહોતો.કેરળમાં પણ તેણે મલયાલમ ભાષા શીખી લીધી હતી અને ત્યાં પોતાનું નામ કુરુના જણાવતો હતો.ઉલ્લેખનીય છે કે 28 વર્ષ જુના હત્યાના ગુનામાં આ પહેલી ધરપકડ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *