Islamabad: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી ‘પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ’ (PTI)એ ફરી એકવાર દેશમાં મોટા આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ઈમરાન ખાને સંદેશ આપ્યો છે કે, હવે ગુલામીની હથકડીઓ સહન નહીં કરે અને તેને ધરમૂળથી ઉખાડી નાખશે. તેમની આ જાહેરાત બાદ ઈસ્લામાબાદમાં પ્રસ્તાવિત દેખાવોને ધ્યાનમાં રાખીને સરકારે રવિવારે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.
આ પણ વાંચો : દુનિયાના સૌથી ધનિક વ્યક્તિએ કહ્યું – અમેરિકા નાદારીની અણીએ, દેવાના બોજ તળે દટાયું