પાક.ને લોન આપવા IMFએ નનૈયો ભણ્યો

0

[ad_1]

  • સરકારી કર્મીઓને પગાર ચૂકવવામાં સમસ્યા થઈ શકે
  • પાકિસ્તાનને 10 અબજ ડૉલરના વિદેશી ઋણની તાત્કાલિક જરૂરિયાત
  • વિદેશી મુદ્રા ભંડાર 4.34 અબજ ડૉલર જ બચ્યું

આર્થિક રીતે કંગાળ બની ગયેલા પાકિસ્તાનથી ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ પાકિસ્તાનને લોન આપી દેવાનો ઇનકાર કર્યો છે. આ પહેલા આઇએમએફએ પાકિસ્તાન પાસેથી તેના બજેટના સંબંધમાં વધારાની જાણકારી માગી હતી. પાકિસ્તાનને 10 અબજ ડૉલરના વિદેશી ઋણની તાત્કાલિક જરૂરિયાત છે.

આઇએમએફ દ્વારા ઉઠાવવામાં આવેલા આ આંચકાજનક પગલાંને કારણે પાકિસ્તાનમાં સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવા માટે મોટી સમસ્યા સર્જાઇ શકે છે. મીડિયા રિપોટ્ર્સમાં ચર્ચા છે કે શહેબાઝ શરીફ સરકારે સરકારી કર્મચારીઓના પગારમાં 10 ટકાનો કાપ મૂકવાની યોજના ઘડવા માટેના નિર્દેશ આપ્યા છે. આઇએમએફએ સાથે જ સંકટગ્રસ્ત દેશની મદદ માટે બચાવટીમ મોકલવાનો પણ ઇનકાર કર્યો છે. શહેબાઝ શરીફ સરકારે આઇએમએફએ સમીક્ષા પૂરી કરવા માટે એક ટીમ મોકલવાની વિનંતી કરી હતી.

વિદેશી મુદ્રા ભંડાર 4.34 અબજ ડૉલર જ બચ્યું

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. દેશના વિદેશી મુદ્રા ભંડારમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ પાકિસ્તાન પેમેન્ટ સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. અહેવાલો અનુસાર સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન (SBP)નો વિદેશી મુદ્રા ભંડાર ગગડીને 4.343 અબજ ડૉલરના એકદમ નીચા સ્તરે પહોંચી ગયો છે. પાકિસ્તાને 2019માં 6 અબજ ડૉલરનું બેઇલ આઉટ પેકેજ પ્રાપ્ત કર્યુ હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *