ઠંડીમાં વરસાદ બન્યો આફત, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં IMDનું એલર્ટ

0

[ad_1]

  • ઉત્તર પ્રદેશ, હરિયાણામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ થયો
  • વરસાદ અને કરા પડતાં પાકને ઘણું નુકસાન થયું
  • હવામાન વિભાગે દિલ્હી, યુપી, હરિયાણા સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં એલર્ટ આપ્યુ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCRમાં ગઇ કાલે આખી રાત વચ્ચે-વચ્ચે વરસાદ પડ્યો, જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. ઉત્તર પ્રદેશ, હરિયાણામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ થયો છે. વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયા છે. યુપીમાં ઘણી જગ્યાએ કરા પડ્યા છે, જ્યારે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વરસાદ આફત બનીને આવ્યો છે. વરસાદ અને કરા પડતાં પાકને ઘણું નુકસાન થયું છે.

દરમિયાન, હવામાન વિભાગે દિલ્હી, યુપી, હરિયાણા સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં આજે 30 જાન્યુઆરીએ પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાનની ગતિવિધિઓ બદલાઈ રહી છે. ઉત્તર ભારતમાં આજે પણ દિવસ દરમિયાન વચ્ચે-વચ્ચે વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં તાપમાનમાં ઘટાડા સાથે ફરી એકવાર ઠંડી વધશે.

IMD અનુસાર, હરિયાણાના યમુનાનગર, કોસલી, સોહાના, રેવાડી, પલવલ, બાવલ, નૂહ, ઔરંગાબાદ અને યુપીના સહારનપુર, ગંગોહ, શામલી, મુઝફ્ફરનગર, કાંધલા, ખતૌલી અને આજુબાજુના વિસ્તારોમાં આજે (સોમવાર) 30 જાન્યુઆરીએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

દિલ્હી-એનસીઆરમાં સપ્તાહના અંતથી હવામાનની પેટર્ન સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ગાઝિયાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં, આખી રાત જોરદાર વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિઓ ચાલુ રહી. વરસાદ બાદ દિલ્હી-NCRના લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે.

ઠંડી ફરી એકવાર પાછી આવશે

હવામાન વિભાગ (IMD)નું કહેવું છે કે ઉત્તર ભારતમાં વરસાદને કારણે ફરી એકવાર વાતાવરણમાં ઠંડક અનુભવાશે. જોકે, સ્થિતિ શીતલહર જેવી નહીં હોય. તાપમાનમાં પણ કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. IMDનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડી રહ્યો છે.[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *