લવલાઇફને મેચ્યોર બનાવવી છે, તો સોશ્યલ સાઇટ્સ પર જાળવો આ એટીકેટ્સ

0

[ad_1]

  • ફોટો અપલોડ કરવામાં રાખો ખાસ ધ્યાન
  • બિનજરૂરી ફ્રેન્ડ્સને અનફ્રેન્ડ કરો
  • સોશ્યલ સાઇટ્સની વાતોને પાર્ટનરથી છુપાવો નહીં

આજકાલ સોશ્યલ સાઇટ્સ પોતાની વાતો અને વિચારોને શેર કરવાની જગ્યા નથી રહી પરંતુ અહીં અનેક સંબંધો પણ બનવા લાગ્યા છે. જો તમે સોશ્યલ સાઇટ્સને જાણો છો તો તમારી લાઇફને ઇફેક્ટ કરનારા ફાયદા અને નુકશાનને પણ જાણી લેવા જોઇએ. લવ કપલ્સને માટે એક તરફ સોશ્યલ સાઇટ્સ કનેક્ટ થવાનો રસ્તો છે ત્યાં જ તે સંબંધો તૂટવાનો સોર્સ પણ છે. મેચ્યોર રિલેશનશીપ માટે આવશ્યક છે કે તમે સોશ્યલ સાઇટ્સ પર કેટલાક ખાસ એટીકેટ્સને જાળવો અને સાથે એક ખાસ છબિ બનાવો.

ફેક આઈડીનો ઉપયોગ ન કરો

અનેક લોકો સોશ્યલ સાઇટ્સ પર પોતાના મૂળ આઇડીને સાફ રાખે છે અને તેમાં પાર્ટનરને ફ્રેન્ડ લિસ્ટમાં રાખે છે. અન્ય તરફ પોતાના ફેક આઇડી રાખે છે. તેનાથી તેઓ સોશ્યલ સાઇટ્સ પર પોતાની છૂપી એક્ટિવિટી કરે છે. જો તમે પણ આ કામ કરો છો તો તેનાથી દૂર થઇ જાવ.

ફોટો અપલોડ કરવા

જો તમે એક રિલેશનશીપમાં છો તો તેનો અર્થ એ નથી કે તમે ફેસબુક અકાઉન્ટને પોતાની અને પાર્ટનરના ફોટોથી ભરી દો. તમે તમારા પાર્ટનરના રિલેશનને જાહેરમાં ન દર્શાવો તે જ યોગ્ય છે. જ્યારે પણ તમે પિક્ચર અપલોડ કરો છો ત્યારે તે બેલેન્સમાં રહે તેનું ધ્યાન રાખો.

બિનજરૂરી ફ્રેન્ડ્સને અનફ્રેન્ડ કરો

જો તમને લાગે છે કે તમારા લિસ્ટમાં અનેક ફ્રેન્ડ છે જેમની સાથે તમે કોન્ટેક્ટમાં આવતા નથી તો તેને અનફ્રેન્ડ કરો. આ સિવાય તમને લાગતું હોય કે આ વ્યક્તિઓ તમારા સંબંધમાં તિરાડ પાડી શકે છે તો તમે તેને તમારા લિસ્ટથી દૂર કરો. સોશ્યલ સાઇટ્સ અનેક વાર સંબંધો તોડવાનું કામ કરે છે. તો ચેતીને રહો.

વાતોને છૂપાવો નહીં

દરેક સંબંધનો આધાર વિશ્વાસ અને સમજ હોય છે. જો તમે લગ્ન કરી લીધા છે કે તમે એન્ગેજ છો તો સોશ્યલ સાઇટ્સની વાતોને પાર્ટનરની સાથે વધારે સમય સુધી છુપાવવાની જરૂર રહેતી નથી, તમારી છુપાવવાની આદત તમારા સંબંધોને ખરાબ કરી શકે છે. સંબંધોમાં ટ્રાન્સપરન્સી રહે તે અગત્યનું છે. સોશ્યલ સાઇટ્સને તમારા પાર્ટનરને માટે પણ ઇઝી રાખો અને સાથે તેમાં પાર્ટનરથી છુપાવવા જેવું કંઇ ન રાખો.

આ તમારી પ્રોફાઇલ છે

શક્ય છે કે તમે એકમેકને ખૂબ પ્રેમ કરો છો અને સાથે તમારી વચ્ચે વી અને અસનો ભાવ હોય છે. ધ્યાન રાખો કે ફેસબુક પ્રોફાઇલ તમારી પોતાની છે અને તેને જોઇન્ટ એકાઉન્ટમાં રાખવાનું ટાળો. ફેસબુક પ્રોફાઇલ પર તમારા વિચારો રાખો અને સાથે પોતાની વાતને અન્ય મિત્રો સુધી પહોંચાડો અને પાર્ટનરને પણ તેનાથી અવગત કરાવતા રહો. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *