Use Corn for Weight loss : મકાઈ હંમેશા ભારતીય ખોરાકનો એક ભાગ રહી છે. આજે પણ મકાઈ આપણા આહારમાં સામેલ છે. પોપ કોર્ન હોય, કોર્ન ફ્લેક્સ હોય કે પછી શેકેલી મકાઈ હોય, લોકો મકાઈ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. મકાઈમાં ફાયબર, વિવિધ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં રહેલા છે. તેમાં મેંગેનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝિંક અને કોપર પણ રહેલા છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.