પાર્ટનરના બોરિંગ અને નેગેટિવ વર્તનથી પરેશાન છો તો અપનાવો આ કારગર ટિપ્સ

0

[ad_1]

  • મિત્રોને મહત્ત્વ આપો
  • પાર્ટનરને તમારા ગ્રૂપમાં સામેલ કરો
  • પાર્ટનરના વર્તનનું કારણ જાણવાની કોશિશ કરો

રિલેશનશીપને મજબૂત બનાવવા માટે પાર્ટનરનું પોઝિટિવ હોવું જરૂરી છે પણ કેટલાક કપલ્સ ખાસ કરીને પાર્ટનરની સાથે ફક્ત ઉદાસીભરી અને બોરિંગ વાતો કરે છે. તેની અસર તમારા સંબંધો પર પણ પડે છે. એવામાં તમે પાર્ટનર કંટાળા અને નેગેટિવિટીથી ભર્યો છે તો તમે કેટલીક શાનદાર ટિપ્સ ટ્રાય કરીને તમે રિલેશનશીપને ઈન્ટરેસ્ટિંગ બનાવી શકો છો.

કપલ્સ ખાસ કરીને સંબંધોને ખાસ બનાવવા માટે કોશિશ કરતા રહે છે પણ જો તમે પાર્ટનરના નેગેટિવ અને બોરિંગ વર્તનથી પરેશાન છો તો તમારી મુશ્કેલીઓ પણ વધી શકે છે. જો તમે સરળ રીતે મદદથી ફક્ત પાર્ટનરના માઈન્ટ સેટને પોઝિટિવ બનાવવાનો પ્રયાસ કરશો તો તમને સફળતા મળશે. તમે તમારા સંબંધોને પણ સારા બનાવી શકો છો. તો જાણો નેગેટિવ અને બોરિંગ પાર્ટનરની સાથે ડીલ કરવાની ખાસ ટિપ્સ વિશે.

ડિફરન્ટ ડેટ પ્લાન કરો

કેટલાક લોકો પાર્ટનરને ખુશ કરવા માટે નાઈટ ડેટ પ્લાન કરે છે પણ દરેક વખતે આ ડેટ મજા લાવતી નથી. એવામાં તમે કેટલાક ડિફરન્ટ ડેટ આઈડિયાઝ ટ્રાય કરી શકો છો. તેનાથી પાર્ટનરને પણ તમારું સરપ્રાઈઝ નવું લાગશે અને તે મિનિટોમાં ખુશ થઈ જશે.

ફ્રેન્ડ્સને આપો મહત્ત્વ

અનેકવાર કપલ્સ એકમેકની સાથે વધારે સમય વીતાવવા માટે દોસ્તોને અવોઈડ કરે છે. એવામાં પાર્ટનરની સાથે રહેવાથી તમે પણ બોર ફીલ કરો છો. આ માટે રિલેશનશીપની સાથે સાથે ફ્રેન્ડસને પણ પ્રાથમિકતા આપો અને પાર્ટનરને પણ થોડો સમય દોસ્તો સાથે વીતાવવાની સલાહ આપો. તેનાથી તેમનો મૂડ ફ્રેશ અને રિલેક્સ રહેશે.

પાર્ટનરને કરો ગ્રૂપમાં સામેલ

જો તમારું ફ્રેન્ડ સર્કલ ખુશહાલ અને મસ્તી કરનારું છે તો પાર્ટનરને પણ તે ગ્રૂપનો ભાગ બનાવો. તેનાથી પાર્ટનર પણ વધારે ખુશ રહેવાની કોશિશ કરશે અને ધીરે ધીરે નેગેટિવિટીથી દૂર થઈ જશે.

કારણ પણ જાણવાની કોશિશ કરો

પાર્ટનરના બોરિંગ અને નેગેટિવ સ્વભાવને બદલતા પહેલા તેના કારણને જાણવાની કોશિશ કરો. શક્ય છે કે પાર્ટનર કોઈ સીરિયસ કારણે નેગેટિવિટીનો શિકાર બન્યા હોય. એવામાં તમે પાર્ટનરની સાથે વાત કરીને પણ તેની એકલતા કે દુઃખીપણાને દૂર કરી શકો છો.

તમામ લોકો પાસે મદદ માંગો

પાર્ટનરની નેગેટિવિટી અને બોરિંગ બિહેવિયરને ચેન્જ કરવા માટે તમે આસપાસના લોકોની મદદ લઈ શકો છો. એવામાં ફેમિલિ અને મિત્રોને પાર્ટનરની સામે પોઝિટિવ વાતો કરવાની સલાહ આપો. તેનાથી પાર્ટનરનું માઈન્ડ સેટ પોઝિટિવ થવા લાગશે.  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *