કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ બીજી ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. આ મેચ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. હાલમાં ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. હવે ટીમ ઈન્ડિયા કાનપુર ટેસ્ટ પણ જીતવા ઈચ્છશે. બીજી તરફ કાનપુર ટેસ્ટ પર પણ વરસાદનો પડછાયો છવાયેલો છે. રિપોર્ટ અનુસાર કાનપુરમાં ઘણા દિવસો સુધી વરસાદની સંભાવના છે, જેના કારણે મેચમાં વિક્ષેપ પડી શકે છે. જો આ ટેસ્ટ મેચ વરસાદના કારણે ડ્રો થશે તો રોહિત અને કંપનીને વધુ નુકસાન થશે.
ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી કાનપુરમાં રમાશે. AccuWeatherના રિપોર્ટ અનુસાર, 27 સપ્ટેમ્બરે કાનપુરમાં 93 ટકા વરસાદની સંભાવના છે. આ સિવાય 28 અને 29 તારીખે પણ વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં જો વરસાદના કારણે મેચ રદ્દ થાય છે તો ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના પોઈન્ટ ટેબલમાં નુકસાન વેઠવું પડી શકે છે.
ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને
વરસાદના કારણે જો મેચ ડ્રો થશે તો રોહિત અને કંપનીને વધુ નુકસાન થશે. જો મેચ ડ્રો રહે છે, તો બંને ટીમો વચ્ચે 4-4 પોઈન્ટ્સ વહેંચવામાં આવશે અને ભારત પાસે ફરીથી 68.18 ટકા પોઈન્ટ બાકી રહેશે. હાલ ભારતીય ટીમ 71.67 ટકા અંક સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ 39.29 ટકા અંક સાથે છઠ્ઠા સ્થાને છે.
ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે
મહત્વનું કહી શકાય કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને 9 મેચ રમવાની છે, જેમાંથી ભારત માટે 5 મેચ જીતવી જરૂરી છે. બાંગ્લાદેશ બાદ ભારતીય ટીમે હવે ન્યુઝીલેન્ડ સાથે 3 મેચની હોમ ટેસ્ટ સીરીઝ રમવાની છે. ત્યાર બાદ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.