સરકાર ઈચ્છે તો પેટ્રોલ અને ડીઝલ 18 રૂપિયા સસ્તું થઈ શકે

0

[ad_1]

  • 8 માસમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડમાં 32 ટકા ઘટાડો થયો
  • મોંઘવારી વચ્ચે જનતાને ભાવ ઘટાડાનો લાભ અપાતો નથી
  • સરકાર પોતાની તિજોરી ભરવામાં મસ્ત છે અને જનતા ત્રસ્ત

આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં 32 ટકાનો ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ ઘટાડાનો લાભ જનતાને તાત્કાલિક આપવો જોઈએ, તેવી માગ ગુજરાત કોંગ્રેસે કરી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પણ સરકાર પોતાની તિજોરી ભરવામાં મસ્ત છે અને જનતા ત્રસ્ત છે.

છેલ્લા આઠ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલમાં 32 ટકાનો ઘટાડો અને એલપીજીમાં 40 ટકા જેટલો ઘટાડો થયો છતાં સામાન્ય જનતાને ભાવ ઘટાડાનો લાભ અપાતો નથી, જૂન 2022થી ક્રૂડ ઓઈલ પ્રતિ લીટર 57થી ઘટીને 39 જેટલું થઈ ગયું છે. સરકાર ઈચ્છે તો પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 18 રૂપિયા જેટલો ઘટાડો કરી શકે છે પરંતુ સરકાર આકરા ટેક્સ બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે.

વર્ષ 2021-22માં કેન્દ્ર સરકારે 7.74 લાખ કરોડ અને રાજ્ય સરકારે 1.4 લાખ કરોડ ટેક્સ પેટે ઉઘરાવી લીધા છે. મોંઘવારીમાં પીસાતી પ્રજાને રાહત આપવા તાત્કાલિક સરકારે પગલાં ભરવા જોઈએ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *