મારી સાથે મિસબિહેવ કરનાર કો-સ્ટારને મેં લાફો માર્યો હતો : નોરા ફતેહી

0

[ad_1]

  • નોરા હાલમાં ‘ધ એન્ટરટેઇનર્સ’ શો માટે અમેરિકામાં શૂટ કરી રહી છે
  • શોમાં અભિનેત્રી સાથે અક્ષય કુમાર, દિશા પટની, સોનમ બાજવા જોવા મળશે
  • ગયા વર્ષે નોરાએ ફ્ફિ વર્લ્ડ કપ 2022ની ક્લોઝિંગ સેરેમનીમાં પર્ફોર્મન્સ આપ્યું હતું

નોરા ફતેહી કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ નોરાએ ‘ધ કપિલ શર્મા શો’માં ઘટસ્ફેટ કર્યો હતો કે એકવાર તેના કો-સ્ટારે તેની સાથે મિસબિહેવ કર્યું હતું. આ જ કારણે તેમની વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. નોરાએ ઝઘડા અંગે કહ્યું હતું, ‘અમે જંગલમાં શૂટિંગ કરતા હતા અને મારા કો-એક્ટરે મારી સાથે મિસબિહેવ કર્યું હતું. ત્યારબાદ મેં તેને થપ્પડ મારી દીધી હતી.’ નોરાએ આ ઘટના અંગે વધુમાં કહ્યું હતું, ‘પછી તે એક્ટરે મને તમાચો માર્યો અને મારા વાળ પકડી લીધા હતા. ત્યારબાદ મેં તેને બીજી થપ્પડ મારી હતી. અમારી વચ્ચે મારા-મારી થઈ હતી.’ નોરા હાલમાં ‘ધ એન્ટરટેઇનર્સ’ શો માટે અમેરિકામાં છે. આ ટૂરમાં અક્ષય કુમાર, દિશા પટની, સોનમ બાજવા પણ છે. હાલમાં જ ન્યૂ જર્સીનો શો કેન્સલ થઈ ગયો હતો, પરંતુ અન્ય શો જે-તે સમયે પણ જ યોજાશે. અક્ષય કુમાર ઓરલેન્ડો તથા ડાલાસ સહિત અમેરિકાના વિવિધ શહેરમાં પર્ફોર્મ કરશે.

નોરા પોતાના ડાન્સ માટે જાણીતી છે. ગયા વર્ષે નોરાએ ફ્ફિ વર્લ્ડ કપ 2022ની ક્લોઝિંગ સેરેમનીમાં પર્ફોર્મન્સ આપ્યું હતું. નોરા છેલ્લીવાર મલાઈકાના શો ‘મૂવિંગ ઇન વિધ મલાઈકા’ના એક એપિસોડમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે સિદ્ધાર્થ મલ્હોત્રા તથા રકુલપ્રીત સિંહની ફ્લ્મિ ‘થેંક ગોડ’માં પણ જોવા મળી હતી. નોરા 2021થી 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફ્સાયેલી છે. આ કેસમાં નોરા સરકારી સાક્ષી બની છે. આ કેસમાં નોરા ઉપરાંત જેકલિન ર્ફ્નાન્ડિઝનું નામ પણ સંડોવાયેલું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *