હું લાદેનને કયારેય મળ્યો નથી: મક્કીએ પાકિસ્તાનની જેલમાંથી વીડિયો જાહેર કર્યો

0

[ad_1]

  • મક્કીએ યુએન દ્વારા ગ્લોબલ ટેરરિસ્ટ લિસ્ટમાં સામેલ કર્યા બાદ વીડિયો જાહેર કર્યો
  • વીડિયો લાહોરની કોટ લખપત જેલમાંથી બહાર પાડવામાં આવ્યો છે
  • મક્કીએ કહ્યું કે ભારતના કારણે તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહેમાન મક્કીએ યુએન દ્વારા ગ્લોબલ ટેરરિસ્ટ લિસ્ટમાં સામેલ કર્યા બાદ વીડિયો જાહેર કર્યો છે. વાસ્તવમાં આ વીડિયો લાહોરની કોટ લખપત જેલમાંથી બહાર પાડવામાં આવ્યો છે. જેમાં મક્કીએ અલ-કાયદા કે ઈસ્લામિક સ્ટેટ સાથે કોઈપણ પ્રકારના જોડાણનો ઈન્કાર કર્યો છે. આ સાથે મક્કીએ કહ્યું કે ભારતના કારણે તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.

એજન્સી અનુસાર આતંકવાદી મક્કીએ કહ્યું કે તેને આરોપોનો જવાબ આપવા અથવા તેની વાત સાંભળવાની તક પણ આપવામાં આવી નથી. તેથી એકપક્ષીય નિર્ણય લેતા UNએ તેને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં મૂક્યો. આ તદ્દન ખેદજનક છે. મક્કીએ એમ પણ કહ્યું કે આ યાદીના સંબંધમાં કોઈ યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી અથવા માહિતી પ્રદાન કરવામાં આવી નથી.

મક્કીએ કહ્યું- ઓસામાને ક્યારેય મળ્યો નથી

મક્કીએ વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે હું માનું છું કે મારી સૂચિનો આધાર ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી ખોટી માહિતી પર આધારિત છે. મક્કીએ કહ્યું કે હું ક્યારેય ઓસામા બિન લાદેન, અયમાન અલ-ઝવાહિરી કે અબ્દુલ્લા આઝમને મળ્યો નથી, પરંતુ મારા વિરુદ્ધ કેટલાક અહેવાલો આ રીતે પ્રચારિત કરવામાં આવ્યા છે.

મક્કીએ કાશ્મીર રાગ આલાપ્યો

મક્કીએ વીડિયોમાં કહ્યું કે તે અલ-કાયદા અને ISISના વિચારો અને કાર્યોને સંપૂર્ણપણે ખોટા માને છે. મક્કીના કહેવા પ્રમાણે, હું આવા જૂથો દ્વારા કરવામાં આવતા તમામ પ્રકારના આતંકવાદ અને હિંસાની નિંદા કરું છું. એમ પણ કહ્યું કે હું કાશ્મીરને લઈને પાકિસ્તાન સરકારની સ્થિતિ પર વિશ્વાસ કરું છું.

‘ઇસ્લામિક યુનિવર્સિટીમાં ક્યારેય ફેકલ્ટી રહ્યો નથી’

વૈશ્વિક આતંકવાદી મક્કીએ પણ 1980ના દાયકામાં ઈસ્લામિક યુનિવર્સિટી ઈસ્લામાબાદના ફેકલ્ટી હોવાના આરોપોને નકારી કાઢ્યા છે. મક્કી પર અલ-કાયદાના નેતાઓ અથવા અફઘાન કમાન્ડરોને મળવાનો આરોપ છે. મક્કીએ કહ્યું કે તેમણે ક્યારેય ઈસ્લામિક યુનિવર્સિટીમાં ભણાવ્યા નથી. તેઓ ક્યારેય ફેકલ્ટી રહ્યા નથી. મક્કીએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે ક્યારેય અબ્દુલ્લા અઝમ, અયમાન અલ-ઝવાહિરી અથવા બિન લાદેન સાથે કોઈ સંપર્ક કર્યો નથી.

મુંબઈ હુમલાનો ઉલ્લેખ કર્યો નથી

મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત-ઉદ-દાવા (JuD) હાફિઝ સઈદના સાળા મક્કીએ 26/11ના હુમલાનો ઉલ્લેખ કર્યો ન હતો જેમાં 166 લોકો માર્યા ગયા હતા.

યુએનએ ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં મૂક્યું

હકીકતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 1267 ISIL (દા’એશ) અને અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો. આ સાથે તેની સંપત્તિઓ પણ ફ્રીઝ કરવામાં આવી હતી. મુસાફરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને હથિયારો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અબ્દુલ રહેમાન મક્કીને 16 જાન્યુઆરીના રોજ ISIL અને અલ કાયદા સાથે સંકળાયેલા હોવાથી, આતંકવાદીઓને ફંડિંગ, ષડયંત્ર રચવામાં, લશ્કર-એ-તૈયબા દ્વારા અથવા તેના સમર્થનમાં ભરતીમાં સામેલ થવા બદલ સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. મક્કી લશ્કરની રાજકીય પાંખ જમાદ-ઉદ-દાવાનો ચીફ પણ છે, જે યુએનએસસીને મળ્યો હતો. તેઓ લશ્કરના વિદેશી સંબંધો વિભાગના વડા પણ રહી ચૂક્યા છે. તે હાફિઝ સઈદનો સાળો છે. તેમના પિતાનું નામ હાફિઝ અબ્દુલ્લા બહવાલપુરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *