કુંદરોડીમાં કંપનીમાં વેલ્ડીંગ કરતા શ્રમજીવીના માથા પર મોટું ઢાંકણું પડતાં મોત
પાલારા નજીક ટ્રેઇલરની અડફેટે આવી જતાં બાઇક ચાલક યુવાનનો જીવ ગયો
ભુજ: પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવમાં ત્રણ યુવાનોનાં જીવન દિપ બુઝાઇ ગયા હતા. નાના કપાયામાં બહાર જવા મુદે પત્ની સાથે ઝઘડો થતાં પતિએ રૂમ બંધ કરીને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જ્યારે કુંદરોડી ગામે વેલ્ડીંગનું કામ કરતી વખતે મોટું ઢાંકણું માથા પર પડતાં શ્રમજીવી યુવાનનું ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે ભુજ ખાવડા રોડ પર ખાલારા નજીક ગતી ભેર આવતા ટ્રેઇલરના ચાલકે બાઇકને અડફેટે લેતાં સરસરપરના યુવકનું મોત નીપજ્યું હતું.