અમેરિકાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં હરિકેન ‘હેલેન’એ ભારે તબાહી મચાવી છે. હેલેન તોફાનના કારણે અમેરિકાના દક્ષિણ-પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદ અને જોરદાર વાવાઝોડું જોવા મળ્યું છે. શનિવારે સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 64 લોકોના મોત થયા હતા. તેમજ ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ‘હેલન’ તોફાને આ વિસ્તારમાં વ્યાપક તબાહી મચાવી છે. અનેક જગ્યાએ મકાનો, દુકાનો, ઈમારતો, વૃક્ષો અને થાંભલાઓ ધરાશાયી થયા છે.
તોફાનના કારણે ભારે વરસાદ
ભારે વરસાદના કારણે લોકો હજુ પણ રસ્તા વચ્ચે ફસાયેલા છે અને લાખો લોકોને વીજળી વિના અંધારામાં રહેવું પડે છે. ફ્લોરિડાના સ્ટીનહૈચીની રહેવાસી જનાલિયા ઈંગ્લેન્ડે જણાવ્યું હતું કે, “હું આટલા લોકોને બેઘર બનતા ક્યારેય જોયા નથી, જેટલા હું અત્યારે જોઈ રહ્યી છું.” 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ પછી તૂફાન જ્યોર્જિયા તરફ આગળ વધ્યું. ‘હેલેન’ તોફાનના કારણે કેરોલાઈના અને ટેનેસીમાં મુશળધાર વરસાદ થયો હતો, જોકે હવે તોફાન ત્યાં નબળું પડ્યું છે.
નોર્થ કેરોલિનામાં ભૂસ્ખલન
પશ્ચિમ નોર્થ કેરોલિનાના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન અને પૂરના કારણે આંતરરાજ્ય 40 અને અન્ય રસ્તાઓ પર ટ્રાફિક અવરોધિત થયો છે. રાષ્ટ્રિય તોફાન કેન્દ્રએ જણાવ્યું કે, ‘હેલેન’ તૂફાન હવે પોસ્ટ-ટ્રોપિકલ સાયક્લોન બની ગયું છે. તે શનિવાર અને રવિવારે ટેનેસી પહોંચવાની ધારણા છે. હેલેન તોફાનના કારણે ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને વર્જિનિયામાં લોકોના મોત થયા છે, જ્યારે દક્ષિણ કેરોલાઈનામાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે.
હેલેન તોફાનના કારણે 64 લોકોના મોત
હેલેન તોફાનની અસર અમેરિકાના દક્ષિણ-પૂર્વીય પ્રદેશોમાં સૌથી વધુ આપત્તિજનક હતી. આના કારણે ઓછામાં ઓછા 64 લોકોના મોત થયા છે. હજારો લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવું પડ્યું છે.