આજના રોંજીદા જીવનમાં લોકો વધતા વજનને લઈને ઘણા ચિંતિત હોય છે. કેટલીક સરળ અને અસરકારક રીતો અપનાવે તો વજનને નિયંત્રિત કરી શકાય છે. માત્ર પેટની વધારાની ચરબી જ ઓછી કરવી શક્ય નથી. પરંતુ શરીરનો આકાર પણ સુધારી શકાય છે. તો જાણીએ રાત્રિભોજન પછી તમારે કયું કામ કરવાનું છે..
જો વાત કરીએ તો રાત્રિભોજન પછી તમારે થોડું ચાલવું જોઈએ. 10 થી 15 મિનિટ ચાલવાથી પાચનક્રિયામાં સુધારો આવે છે. રાત્રિભોજન કર્યા પછી, 30 મિનિટ પછી તમારે 1 થી 2 ગ્લાસ પાણી પીવું જોઈએ. જે તમારા સ્વાસ્થય માટે સારું રહેશે. આનાથી તમારું વજન ધીમે ધીમે ઘટશે અને શરીરને સંપૂર્ણ આકાર મળે છે. ઝડપી ચાલવાથી તમારા ચયાપચયને ઉત્તેજીત કરી શકાય છે અને રક્ત પરિભ્રમણમાં સુધારો થઈ શકે છે.
તણાવ પણ ઓછો થઈ શકે છે
રાત્રિભોજન પછી, ઊંડો શ્વાસ લો. આનાથી તમારો તણાવ પણ ઓછો થઈ શકે છે અને તમને શાંતિનો અનુભવ થાય છે. આ પ્રવૃત્તિ તમારું વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
ઇલેક્ટ્રિક વસ્તઓનો વધુ પડતો ઉપયોગ ન કરો
આખા દિવસના થાક પછી ફોન કે કોમ્પ્યુટરનો વધુ પડતો ઉપયોગ ન કરો. તે ફક્ત તમારી આંખો અને ત્વચાને જ નુકસાન પહોંચાડતું નથી, પરંતુ લાંબા સમય સુધી એક જગ્યાએ બેસીને સ્ક્રીન તરફ જોવાથી પણ તમારા શરીરને હાનિ પહોંચે છે. તેથી, રાત્રિભોજન પછી સ્ક્રીનોથી દૂર રહો.
સ્ટ્રેચિંગ અથવા યોગ
રાત્રિભોજન પછી હળવું સ્ટ્રેચિંગ કરવાથી શરીરને આરામ મળે છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. સ્ટ્રેચિંગ અથવા યોગ જેવી પ્રવૃત્તિઓ પાચનમાં સુધારો કરે છે, પેટનું ફૂલવું ઘટાડે છે અને સારી ઊંઘ પણ આવે છે.
હર્બલ ચા પીવો
રાત્રિભોજન પછી એક કપ ગરમ હર્બલ ચા પીવાથી પાચનક્રિયામાં સુધારો આવે છે. કેમોમાઈલ અથવા આદુ જેવી ચા પાચનતંત્રને માટે સારી માનવામાં આવે છે આરામ અને ઊંઘ માટે ફાયદાકારક માની શકાય છે.
તરત જ સૂવાનું ટાળો
રાત્રિભોજન તરત જ સૂવાનુ ટાળવું જોઈએ. જે પાચન ધીમું પાડે છે અને એસિડ રિફ્લક્સનું જોખમ પણ વધી શકે છે, જે બંને વજન ઘટાડવામાં અવરોધ લાવી શકે છે. આ સમસ્યાઓથી બચવા માટે, રાત્રિભોજન પછી ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક પછી જ સુવુ જોઈએ.