Mouth Ulcer: મોંમાં ચાંદા પડી જવા એ એક સામાન્ય સમસ્યા છે પરંતુ તેના કારણે તમારે મોંમાં ખૂબ જ પીડાનો સામનો કરવો પડે છે. મોંમાં ચાંદા પડે તો તેને સારા થવામાં ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સમય તો લાગે જ છે. મોંમાં ચાંદા પડવાના કારણે તમને જમવામાં અને વાત કરવા જેવા રોજિંદા કામોમાં તકલીફ પડે છે.
મોંમાં ચાંદા પડવાના ઘણા કારણો હોય છે જેમ કે આકસ્મિક રીતે મોઢાની અંદર દાંત લાગી જવો, દાંત/ટૂથબ્રશ વગેરેથી ઘસાવું, ડેન્ટલ બ્રેસેસ, વિટામિનની ઉણપ, ઊંઘનો અભાવ અને તણાવ વગેરે. આમ તો મોંમા પડતા ચાંદાથી છુટકારો મેળવવા માટે માર્કેટમાં ઘણા જેલ અથવા ક્રીમ ઉપલબ્ધ છે, પરંતુ તમે કેટલાક ઘરેલું ઉપચાર દ્વારા પણ મોંના ચાંદાથી છુટકારો મેળવી શકો છો.