Data Encryption: ઘણીવાર આપણે એવા સમાચાર સાંભળીએ છીએ કે આ પ્લેટફોર્મના ડેટા લીક થયા. હાલમાં જ ડીપસીકના ડેટા લીક થયા હોવાનું બહાર આવ્યું છે. ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ઝડપી દુનિયામાં પર્સનલ ઇન્ફોર્મેશનને સુરક્ષિત રાખવી ખૂબ જ જરૂરી છે. આ માટે કોઈપણ ફાઇલમાં ઇન્ક્રિપ્શન રાખવું ખૂબ જ જરૂરી છે. પર્સનલ કોમ્પ્યુટરમાં ફાઇલ્સ અને ફોલ્ડરને ઇન્ક્રિપ્ટમાં રાખવું જરૂરી છે. એવું નથી કે ફાઇલ ઇન્ક્રિપ્ટ કરવા માટે ટેક્નોલોજીના ખૂંખાર હોવું જરૂરી છે.