Image: Facebook
MahaKumbh Mela 2025: વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો ગણાતો ‘મહા કુંભ’ યુપીના પ્રયાગરાજમાં શરૂ થઈ રહ્યો છે. આ વખતના કુંભમાં 40 કરોડથી વધુ લોકોના એકઠા થવાની સંભાવના છે. જે માટે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સાથે-સાથે કુંભમાં લાખોની સંખ્યામાં સાધુ-સંત પહોંચે છે અને તેમના માટે પણ ખાસ તૈયારી કરવામાં આવે છે પરંતુ દર વખતે કુંભમાં એકઠા થનાર નાગા સાધુ કુતૂહલનો વિષય રહે છે. નાગા સાધુઓ વિના કુંભની કલ્પના કરી શકાતી નથી.